જો દેશનું નામ ભારત કરવામાં આવ્યું તો દેશમાં થશે આ બદલાવ?

નવીદિલ્હીઃ ‘INDIA’ વિરૂદ્ધ ‘ભારત’ની ચર્ચા દેશ ભરમાં ચાલી રહી છે. જી૨૦ સમિટના રાત્રિભોજન માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે. જેમાં ‘ઈન્ડિયાના રાષ્ટ્રપતિ’ને બદલે ‘ભારતના રાષ્ટ્રપતિ’ લખવામાં આવ્યું છે. ત્યારથી લોકો અનુમાન લગાવી રહ્યા છે. ‘ઈન્ડિયા’ નામ દેશની તમામ સંશોધન અને શૈક્ષણિક સંસ્થાઓ સાથે જોડાયેલું છે. જેમાં ISRO, IIT, IIM, RBI જેમાં આગળ કે પાછળ INDIA નામ સામેલ છે.

મૂંઝવણ એ છે કે જો ઈન્ડિયાને બદલે ભારતનો ઉપયોગ કરવામાં આવે તો આ નામોનું શું થશે? તે ભારે ચર્ચાનો વિષય બન્યો છે. તમે આ પણ સમજી શકો છો કે મંગળવારે માઇક્રોબ્લોગિંગ સાઇટ ‘એક્સ’ પર BSRO, BIM,BIT, RBB જેવા નામ સતત ટ્રેન્ડ કરી રહ્યા છે. ત્યારે શું છે તેનો મતલબ અને કેમ થઈ રહી છે તેની ચર્ચા.. તે જાણીએ.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વતી જી૨૦ ડિનરના આમંત્રણમાં તેમને ‘ભારતના રાષ્ટ્રપતિ’ તરીકે સંબોધવામાં આવ્યા છે. મંગળવારે સોશિયલ મીડિયા પર આ અંગેની ચર્ચા ચાલી રહી છે કે દેશનું નામ બદલીને માત્ર ભારત રાખવામાં આવશે કે કેમ તે અંગે લોકો સતત ચર્ચા કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર કેટલાક લોકોએ પ્રશ્ન કર્યો કે શું ‘ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઈઝેશન’ (ઇસરો), રિઝર્વ બેંક ઑૅફ ઈન્ડિયા (આરબીઆઇ) જેવી સંસ્થાઓના નામ જેમાં ઈન્ડિયા શબ્દ લાગે છે તેમાં જો ઈન્ડિયા હટાવી ભારત કરવામાં આવે તો. આરબીઆઇ બની શકે છે આરબીબી (રિઝર્વ બેંક ઑફ ભારત), ઇસરો બની શકે છે બીએસઆરઓ (ભારત સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન), આઇઆઇટી‌ બની શકે છે  બીઆઇટી‌ (ભારત ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી) અને આઇઆઇએમ બની શકે છે બીઆઇએમ (ભારત ઇન્સ્ટિટ્યૂટ ઑફ મેનેજમેન્ટ).

લોકોના મનમાં સવાલ છે કે જો ઈન્ડિયા શબ્દ હટાવવામાં આવશે તો શું બદલાશે. અને આ બધામાં ઓલ ઈન્ડિયા રેડિયો, મેક ઈન ઈન્ડિયા, ખેલો ઈન્ડિયા, સ્કિલ ઈન્ડિયા જેવા નામોમાં પણ ભારત લાગી જશે તેમજ IAS અને IPS અને BAS અને BPS પણ થઈ જશે?.. INDIA અને ‘ભારત’ નામનો મુદ્દો ૨૦૨૦માં આવ્યો હતો. ત્યારબાદ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. આ અરજીમાં બંધારણમાંથી ભારત શબ્દ હટાવવાની માંગ કરવામાં આવી હતી. ત્યારબાદ કોર્ટે આ અરજી ફગાવી દીધી હતી. તેમણે કહ્યું હતું કે બંધારણમાં ભારત શબ્દ છે. ‘ભારત’ શબ્દ ચાલી રહ્યો છે હાલ ટ્રેન્ડમાં… જે જણાવીએ, અભિનેતા મનોજ કુમારની ફિલ્મ ‘પૂરબ ઔર પશ્ચિમ’નું ગીત ‘ભારત કા રહે વાલા હૂં, ભારત કી બાત સુનતા હૂં’ હેશટેગ ‘ભારત’ સાથે ‘એક્સ’ પર ટ્રેન્ડ થયું. ‘એક્સ’ પર એક યુઝરે લખ્યું, ‘સૌથી મુશ્કેલ બાબત એ છે કે ISROનું નામ બદલીને BSRO થઈ જશે તો કેવું લાગશે’

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news