કચ્છમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો, તીવ્રતા ૨.૯ અનુભવાઈ
કચ્છમાં ભૂકંપના આંચકા યથાવત છે આજે સવારે ૧૧:૩૮ મિનિટે ફરી એકવાર ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ગભરાટ ફેલાઇ ગયો હતો અને લોકો ઘર,ઓફિસ અને દુકાનમાંથી બહાર રસ્તા પર આવી ગયા હતા. ભૂકંપની તીવ્રતા ૨.૯ મપાઇ છે. ભૂકંપનું એપી સેન્ટર એપીસેન્ટર ભચાઉથી ૧૩ કિલોમીટર દૂર હોવાના અહેવાલ મળ્યા છે. ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી જાન માલના નુકસાનના કોઇ અહેવાલ નથી.