દરિયા કિનારે 51 વ્હેલ માછલીયો મૃત્યુ પામી, પશ્ચિમ ઓસ્ટ્રેલિયામાં બની ઘટના

સિડનીઃ પશ્ચિમ ઓસ્ટ્રેલિયાના દક્ષિણ-પશ્ચિમમાં ચેનેસ કિનારે રાતભર ફસાયેલી 51 વ્હેલ માછલીયો મૃત્યુ પામી છે.

રાજ્યના ડીબીસીએ એ બુધવારે પુષ્ટિ કરતા જણાવ્યું કે “ઉદ્યાન અને વન્યજીવન સેવાના કર્મચારીઓ રજિસ્ટર્ડ સ્વયંસેવકો અને અન્ય સંસ્થાઓ સાથે દિવસ દરમિયાન બાકીની 46 વ્હેલને ઊંડા પાણીમાં પરત લઈ જવાનો પ્રયાસ કરવા માટે સહયોગી રીતે કામ રહ્યાં છે.”  

ડીબીસીએએ લોકોની સલામતીની ચિંતાઓને  લોકોને સમુદ્ર તટથી દૂર રહેવાની વિનંતી પણ કરી છે.

ચેનેસ બીચ કારવાં પાર્કે નોંધ્યું કે ડીબીસીએ દ્વારા ઇવેન્ટ મેનેજમેન્ટ ટીમની સ્થાપના કરવામાં આવી છે. પાર્કે પોતાના સોશિયલ મીડિયા પર જણાવ્યું કે, “ડીબીસીએના અનુભવી સ્ટાફને હાલમાં તૈનાત કરવામાં આવી રહ્યો છે, જેમાં પર્થ ઝૂના પશુચિકિત્સકો અને દરિયાઈ જીવવિજ્ઞાનીઓની સાથે જહાજો અને સ્લિંગ સહિતના વિશિષ્ટ સાધનોનો સમાવેશ થાય છે.” 

ડીબીસીએને મંગળવારે સવારે અહેવાલો પ્રાપ્ત થયા હતા કે લાંબા-પાંખવાળી પાયલોટ વ્હેલનું એક મોટું ટોળું ચેનેસ તટથી આશરે 150 મીટર દૂર એકત્ર થયું છે.

વેસ્ટર્ન ઑસ્ટ્રેલિયાની રાજ્ય સરકારે  મોટા પાયે વ્હેલ ફસાવવાની ઘટનાને કારણે શાર્ક ચેતવણી જારી કરી છે, કારણ કે  સંભવિત મૃત અને ઘાયલ પ્રાણીઓ શાર્કને કિનારાની નજીક આવવા માટે આકર્ષિત કરી શકે છે.