૩૨૪૫ કરોડની સિંચાઈ અને પાણી પુરવઠા યોજનાને નાબાર્ડની મંજૂરી

નાબાર્ડના જણાવ્યા મુજબ ગુજરાત સરકારને ૧૯૯૫-૯૬થી આરઆઇડીએફ સ્કીમ હેઠળ ૬૩,૧૭૨ પ્રોજેક્ટ માટે ૩૫,૨૨૫ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાથી છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ૧૩,૪૦૯ કરોડની રકમ ફાળવવામાં આવી છે, એમ અધિકારીઓએ જણાવ્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૨૧-૨૨ માટેની સિંચાઈ યોજનાને બે પેકેજમાં મંજૂરી મળી છે. તેમા સૌની લિંક પ્રોજેક્ટ-૩ માટે ૩૩૦ કરોડ રૂપિયાની મંજૂરી મળી છે.

સૌરાષ્ટ્ર-નર્મદા અવતરણ ઇરિગેશન યોજના  કે સૌની યોજના હેઠળ નર્મદાનું દસ લાખ ફ્લડ વોડટર સૌરાષ્ટ્ર તરફ વાળવામાં આવે છે. સૌની લિંક ત્રણ પ્રોજેક્ટ રાજકોટ, જામનગર, દેવ ભૂમિ દ્વારકા, પોરબંદર, મોરબી અને સુરેન્દ્ર નગરને જિલ્લાના ધોળીધજા ડેમથી રાજકોટના વેણુ-૧ ડેમને જોડે છે. અન્ય સિંચાઈ યોજનાઓમાં જોઈએ તો દાહોદના આદિવાસી જિલ્લામાં ૧૯૪ કરોડની સિંચાઈ યોજના છે, ૨૭૩ કરોડની પાનમ રિઝર્વોયર બેઝ્‌ડ લિફ્ટ ઇરિગેશન સ્કીમ છે.

૧૧૪ કરોડની પાનમ હાઈ લેવલ કેનલ બેઝ્‌ડ લિફ્ટ ઇરિગેશન સ્કીમ છે અને ૨૩૧ કરોડનો વાઘરેચ રિચાર્જ પ્રોજેક્ટ છે. સિંચાઈ યોજનાઓના લીધે ૭૫,૧૧૨ હેક્ટર જમીનને પિયત કરી શકાશે. જળજીવન મિશન હેઠળ ગ્રામીણ પીવાના પાણીની યોજનામાં ગુજરાતના આઠ જિલ્લામાં ૮૫.૭૬ લાખ લોકોને ઘરે ૧,૦૦૬ કરોડના ખર્ચે ઘરે પાણી મળશે. આ ઉપરાંત પીવાના પાણીના બે પ્રોજેક્ટમાં બુધેલથી બોરડા બલ્ક પાઇપલાઇનના ૨૯૩ કરોડ ( ભાવનગર) ધનકીથી નાવડા બલ્ક પાઇપલાઇન માટે ૭૯૪ કરોડ ફાળવવામાં આવ્યા છે. તેના લીધે ૬૮.૪ લાખ ગ્રામીણ વસ્તીને આ યોજનાનો લાભ મળશે.નેશનલ બેન્ક ફોર એગ્રિકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ બોર્ડ (નાબાર્ડ)એ સિંચાઈ અને ગ્રામીણ વિસ્તારમાં પીવાના પાણીના પુરવઠાની ૩,૨૪૫ કરોડની યોજનાને મંજૂરી આપી છે. આ મંજૂરી રૂરલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ ફંડ (આરઆઇડીએફ) ૨૦૨૧-૨૨ હેઠળ આપવામાં આવી છે.

નાબાર્ડના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રોજેક્ટ સહાય માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ફાળવણી છે. તેની સામે ૨૦૨૦-૨૧માં ૨,૯૮૯ કરોડની મંજૂરી આપવામાં આવી હતી. વર્ષ ૨૦૨૧-૨૨ હેઠળ આરઆઇડીએફ માટે મંજૂર કરવામાં આવેલી રકમ કરતાં આ રકમ ૮.૫ ટકા વધારે છે.