પાટણમાં ૧૫ બિલ્ડીંગોમાં હજુ ફાયર સેફ્ટી નથી, ફાયર વિભાગે નોટીસ ફટકારી

પાટણ શહેરમાં ફાયર સિસ્ટમ ન ધરાવતી બિલ્ડીંગો અને મિલકતોના ધારકો ફરી એકવાર પાટણ જિલ્લા ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા નોટીસો ફટકારીને તેઓની નિયમાનુસારની ફાયર સિસ્ટમો ઇન્સ્ટોલ કરી લેવા તથા જેઓનાં બે વર્ષનાં લાયસન્સ રિન્યુઅલ કરવાનાં થતાં હોય તેવી બિલ્ડીંગોનાં ધારકોને તે રિન્યુ કરવાની સુચનાઓ આપવામાં આવી રહી છે.

પાટણ નગરપાલિકાનાં કેમ્પસમાં કાર્યરત એવા પાટણ જિલ્લા ફાયર બ્રિગેડનાં વિભાગ દ્વારા શહેરમાં આવેલી હાઇરાઇઝ, લો-રાઇઝ તથા સ્કુલો, હોસ્પિટલોનાં બિલ્ડીંગો કે જ્યાં આગ લાગવાનાં જોખમો વધારે છે તેવા સ્થળોને અગાઉ ફાયર બ્રિગેડ દ્વારા આઇડેન્ટીફાઇડ કરાયા હતા. અગાઉ તેઓને નોટીસો આપીને તેઓને ફાયર ઇન્સ્ટ્રૂમેન્ટ ઇન્સ્ટોલ કરવાની સુચનાઓ આપી દેવામાં આવી હતી. આ પછી પણ હજુ શહેરમાં ૧૪થી ૧૫ જેટલી મિલકતોમાં ફાયર સેફ્ટીમાં સાધનો વસાવેલાં ન હોવાથી તેઓએ ૩૦ દિવસમાં આ સાધનો વસાવી લેવા કે તેમનાં લાયસન્સ રિન્યુ કરાવી લેવા માટેની નોટીસો અપાઇ છે.

પાટણ જિલ્લા ફાયર ઓફીસર સ્નેહલભાઇ મોદીએ જાણકારી આપતાં જણાવ્યું કે, પાટણની બિલ્ડીંગોએ ફાયર વિભાગ તરફથી એનઓસી મેળવેલી હોય અને ફાયર સેફ્ટી સર્ટીફીકેટ ધરાવતા હોય તેવી તમામ મિલકતોનું ફાયર એનઓસી હોવું ફરજિયાત છે. તે અંગેની અરજી બિલ્ડીંગમાં લિફ્ટ હોય તો તેનું લાયસન્સ તથા તેનાં એન્યુઅલ મેન્ટેનન્સ સર્ટીફીકેટ હોવા જરુરી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news