પશ્ચિમબંગાળમાં ૫ જિલ્લામાં આકાશમાંથી વીજળી ત્રાટકતા ૧૪ લોકોના થયા મોત

પશ્ચિમ બંગાળના ૫ જિલ્લામાં આકાશીય વીજળી પડવાથી લગભગ ૧૪ લોકોના મોત થઈ ગયા છે. અધિકારીઓએ આ જાણકારી આપી છે. ગુરુવાર સાંજે કોલકાતા, હાવડા, ઉત્તર ૨૪ પરગણા, પુરબા બર્ધમાન અને મુર્શિદાબાદ સહિત દક્ષિણ બંગાળના કેટલાય જિલ્લામાં વીજળી પવાથી વાવાઝોડૂ આવ્યું હતું. પશ્ચિમ બંગાળ ત્રાસદી વિભાગના એક અધિકારીએ જણાવ્યું કે, વીજળી પડવાથી ઈસ્ટ બર્ધમાન જિલ્લામાં ૪ અને મુર્શિદાબાદ તથા ઉત્તર ૨૪ પરગણામાં ૨-૨ લોકોના મોત થઈ ગયા છે.

પશ્ચિમ બંગાળના ડીજીપીએ કહ્યું કે, પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામિણ જિલ્લામાંથી ૬ લોકોના મોતની સૂચના મળી છે. એક અધિકારીએ કહ્યું કે, પશ્ચિમ મિદનાપુર અને હાવડા ગ્રામિણ સહિત ૩-૩ લોકોના મોતના સમાચાર આવ્યા છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, પીડિત મોટા ભાગના ખેડૂતો હતો, જે ખેતીના કામ અર્થે લાગેલા હતા અને તેઓ વીજળીની ચપેટમાં આવી ગયા. ક્ષેત્રિય હવામાન વિજ્ઞાન કેન્દ્રના એક અધિકારીએ જણાવ્યું છે કે, અલીપુરમાં સૌથી વધારે ૭૯ કિમીની ઝડપથી હવાઓ ચાલી હતી.

હવામાન વિજ્ઞાન અનુસાર, હાલમાં પાકિસ્તાન અને તેની આજૂબાજૂના વિસ્તારમાં હવા ઉપરના ભાગમાં એક પશ્ચિમી વિક્ષોભ ચક્રવાત તરીકે બનેલું છે. પશ્ચિમી વિદર્ભથી લઈને કર્ણાટક સુધી એક ટ્રફ લાઈન બનેલી છે. રાજસ્થાન પર હવાના ઉપરી ભાગમાં ચક્રવાત બનેલું છે. તેના કારણ નીચલા સ્તર પર હવાઓનું વલણ દક્ષિણ તથા દક્ષિણ પૂર્વી બનેલું છે. જ્યારે લગભગ ૩ કિમીની ઊંચાઈ પર હવાની દિશા પશ્ચિમ તથઆ દક્ષિણ પશ્ચિમ બનેલી છે. હવાઓની સાથે અરબ સાગર તથા બંગાળની ખાડીથી નમી આવી રહી છે. તેના કારણે હવામાનનો મિજાજ આગામી થોડા દિવસ સુધી આવો જ રહેવાની સંભાવના છે.