ગ્લોબલ વોર્મિંગની આડકતરી ચેતવણીઓ છતાં વિશ્વના દેશો બેધ્યાન કેમ….?!

Spread the love

વિશ્વભરમાં કોરોના મહામારીએ સારા અને નરસા બે પાસા બતાવી દીધા છે પરંતુ વિશ્વના દેશોની જે તે સરકારો તથા લોકો તેમાંથી બોધપાઠ લેશે કે કેમ….? એ મોટો સવાલ છે..! કારણ એક માત્ર ચીને વિશ્વના કેટલાક દેશોને દરિયામાં વિવિધ ઉબાડીયા  કરીને લાવ લશ્કર સાથે ખડકાવરાવી દીધા છે તો પડોશી દેશોમાં પણ ઘુસણખોરી કરીને તેમજ સરહદે લાવ લશ્કર શસ્ત્ર સરંજામ સાથે ખડકી દઈને પડોશી દેશોને દોડતા કરી દેવા સાથે ઊંઘ હરામ કરી નાખી છે… ટૂંકમાં ચીન વિશ્વના દેશોને શાંતિ લેવા દેવા માગતું નથી…..!? જ્યારે કે કોરોના મહામારીને કારણે વિશ્વભરમા ભારત સહિત વિવિધ દેશોની સરકારોએ લોક ડાઉન, પ્રતિબંધનાત્મક આદેશો, કફ્ર્યુ સહિતના પગલાં લેવા પડ્યા….. જેને કારણે જળ, વાયુ પ્રદૂષણમાં મોટો ઘટાડો થયો હતો…..પરંતુ લોકડાઉન સહિતના આદેશો હટવા સાથે છૂટછાટો આપતા જળ,વાયુ પ્રદુષણમા વધારો થવા લાગ્યો પરિણામ વિશ્વના ગ્લોબલ વોર્મિંગ તેજ થવા લાગ્યું અને વિવિધ સમયે વિશ્વના દેશોને તેની અસરો બતાવવાનું શરૂ કરી દીધું છે. વિવિધ દેશોમાં અવાર નવાર  વાવાઝોડા રૂપે ત્રાટકવા શરૂ કરી દીધું છે. જેનો અનુભવ  ભારતને તાજેતરમાં જ થયો છે.

આ ત્રાટકેલા તમામ વાવાઝોડાઓએ  જે જે દેશોમાં ત્રાટક્યા ત્યાં ભારે તબાહી સાથે વિપુલ નુકશાન કર્યું છે. તો વિશ્વના બરફાચ્છાદિત વિસ્તારોનો બરફ ઓગળવા લાગ્યો છે અને સમુદ્રના જળ સ્તર વધવા લાગ્યા છે… જેને કારણે સમુદ્ર કિનારાના વિસ્તારો સમુદ્રમાં ગરક થવા લાગ્યા છે. તો દિન-બ-દિન નવા નવા રોગો પણ સામે આવવા લાગ્યા છે અને માનવજાત તેનો ભોગ બની રહી છે…..! તે સાથે વિશ્વના ઋતુચક્રમાં પણ ફેરફાર થવા લાગ્યા છે તેના પરિણામો ભવિષ્યમાં દુષ્કર બની રહેશે તેમ કહેવુ તેમાં અતિશયોક્તિ નથી….!

વિશ્વભરમા ભારત સહિતની જે તે સરકારો ગ્લોબલ વોર્મિગ બાબતે અને તેના પરિણામો બાબતે વાતો કરે છે અને ચિંતા વ્યક્ત કરે છે. તો વિશ્વના વિજ્ઞાનીઓ અને નિષ્ણાતો પણ ગ્લોબલ વોર્મિંગથી થનારા નુકસાન અને પરિણામોની જાણકારી આપવા સાથે તેને રોકવા હવામા કાર્બનનું પ્રમાણ ઘટાડવા બાબતેની સલાહ સાથે ચેતવણી આપી રહ્યા છે. પરંતુ જ્યા વિશ્વભરના મોટા ભાગના દેશોમા વિકાસની આંધળી દોટ ચાલી રહી હોય અને તેમાં પણ જે તે દેશો તથા મહાસત્તાઓ વચ્ચે વિકાસની દોડમાં સ્પર્ધા ચાલી રહી હોય તે દેશો ગ્લોબલ વોર્મિગ બાબતે વાતોના વડાં કરવા સિવાય કશું કરતા નથી…..!

કોરોના મહામારીએ મોટી શીખ આપી છે કે હેલ્થ ઈન્ફાસ્ટ્રક્ચરને પ્રાથમિકતા આપો… પરંતુ ૨૦૨૦ ની કોરોનાની પ્રથમ લહેરની આ ચેતવણીની કોઈ દેશોએ નોંધ લીધી નહીં કે પછી ધ્યાન આપ્યું નહીં…..! અને ૨૦૨૧ મા બીજી લહેર ત્રાટકી ત્યારે વિશ્વના ભારત સહિતના મોટા ભાગના દેશોની હેલ્થ ઈન્ફાસ્ટ્રક્ચરના પછાત પણાની પોલ જાહેર થઈ ગઈ… માનવી ઓક્સિજન માટે તડપતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *