આજે પર્યાવરણ દિવસઃ રાજ્યમાં વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમ યોજાશે

Spread the love

વિશ્વમાં પાંચમી જૂન પર્યાવરણ દિન તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે યુનાઇટેડ નેશન્સ દ્વારા થીમ નક્કી કરવામાં આવે છે. જે મુજબ આ વર્ષે રિસ્ટોરેશન ઓફ ઇકો સિસ્ટમની થીમ સાથે પર્વાવરણ દિનની ઉજવણી થશે. વાસ્તવમાં કાયદાના અમલીકરણમાં પૂર્ણતઃ નહીં થતાં ગુજરાતમાં પર્યાવરણની સમસ્યા વિકટ બની છે.

પાંચમી જૂન સમગ્ર વિશ્વમાં પર્યાવરણ દિન તરીકે ઉજવાય છે. ગુજરાતમાં પણ પર્યાવરણદિનની ઉજવણી નિમિત્તે અનેકવિધ પર્યાવરણની સુરક્ષા કે વૃક્ષારોપણ સહિતના કાર્યક્રમો યોજાશે.  યુનાઇટેડ નેશન્સે કરેલાં ર્નિણય મુજબ રિસ્ટોરેશન ઓફ ઇકો સિસ્ટમની થીમ સાથે ગુજરાતમાં પર્યાવરણ દિનની ઉજવણી કરવામાં આવશે.

ગુજરાતમાં આપણે જોઇએ છીએ કે રાજ્યમાં વિકાસના નામે પર્યાવરણ જાળવણી સામે પ્રશ્નાર્થ સર્જાયાં છે.  રાજ્યમાં મહદઅંશે ઔદ્યોગિક વિકાસના નામે ઉદ્યોગો દ્વારા સરેઆમ પર્યાવરણના નિયમનું ઉલ્લંઘન કરવામાં આવે છે. પર્યાવરણ નિયમનું પાલન કરાવવા પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અસ્તિત્વમાં છે.

બોર્ડ દ્વારા કાયદા ખરા પરંતુ આજે પણ  અનેક ઉદ્યોગો દ્વારા જળ, જમીન કે વાયુ પ્રદુષણનું દૂષણ ફેલાવવામાં આવે છે. આ અંગેની રજૂઆત બોર્ડ કે સરકાર સુધી પહોંચે છે. પરંતુ ઉદ્યોગો સામે કાયદા પ્રમાણે પગલાં લેવામાં બોર્ડ કે સરકારની ત્રૂટિ સામે આવે છે.

જો કે પગલાં લેવામાં આવે છે. જેમાં દંડાની જોગવાઇ અને બેંક ગેરન્ટી જપ્ત કરવા સુધીની કાર્યવાહી કરવામાં આવે છે. પરંતુ ફોજદારી રાહે લેવાપાત્ર અને કાયદામાં દર્શાવ્યા પ્રમાણેની જોગવાઇનો અમલ મહદઅંશે બોર્ડ દ્વારા કરવામાં આવતો નથી. પરિણામે પ્રદૂષણ ફેલાવતાં ઉદ્યોગો કે અન્યલોકોને પ્રોત્સાહન મળે છે. એટલું જ નહીં કાયદાના કડક અમલનો કોઇ ડર રહેતો નથી. ઉદ્યોગો પર કાયદાનો અંકુશ નહીં હોવાના પગલે પ્રદૂષણનું દૂષણ નાથવાના સ્થાને વિસ્તરતું જાય છે.જેના માઠા ફળ સમગ્ર પ્રજાએ ભોગવવા પડે છે.

ગુજરાતમાં કાયદાનો અમલ આંશિક કરવામાં આવે છે. કાયદાનો પૂર્ણતઃ  અમલ થાય , કાયદા મુજબ ફોજદારી કે જેલની કડક સજા સહિતના પગલાં લેવાશે ત્યારે જ પ્રદૂષણરૂપી દૂષણને ડામી શકાશે અને સાચા અર્થમાં વિશ્વ પર્યાવરણદિનની ઉજવણી કરી લેખાશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *