રાજકોટ માટે રાહતના સમાચારઃ ઉનાળામાં પાણીની તંગી નહિ સર્જાય

ભાદર ડેમમાંથી રાજકોટ,ધોરાજી,જેતપુર શહેરને પાણી મળશે

ગુજરાતમાં બેસેતે ઉનાળે જ ઘણીવાર પાણીની તંગી વર્તાવા લાગે છે પણ રાજકોટ શહેર માટે સારા સમાચાર આવ્યા છે. આમ તો સૌરાષ્ટ્ર પંથકમાં બેસતે ઉનાળે જ પાણીની તંગી વર્તાવા લાગે છે ત્યારે હવે રાજકોટે આ ઉનાળે પાણીની નીરાંત રહેશે તેવું લાગી રહ્યુ છે.

રાજકોટ શહેરના લોકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજકોટ શહેરને પાણી પુરુ પાડતા જળાશયમાં પાણી છોડાયુ છે. સૌની યોજના હેઠળ ભાદર ડેમમાં  નર્મદાનું પાણી છોડવામાં આવ્યુ છે.

આજી ડેમ બાદ ભાદર ડેમમાં સૌની યોજનાનું પાણી છોડાતા ખુશીઓનો માહોલ જોવા મળી રહી છે. પાણી ગોંડલના ગુંદાસરા ગામેથી ભાદર ડેમમાં પહોંચ્યુ. ગુંદાસરથી ભાદર વચ્ચેના ડેમોને પણ મળશે પાણી. નર્મદાનું પાણી નદીમાંથી પસાર થતા કુવાના તળ ઉંચા આવશે અને પાણીની સમસ્યામાં ફાયદો થશે. ભાદર ડેમમાંથી રાજકોટ,ધોરાજી,જેતપુર શહેરને પાણી મળશે.

રાજકોટની જીવાદોરી આજીડેમ છલોછલ ભરાઇ ગયો છે. આજીડેમને નર્મદાના પાણીથી ભરી દેવામાં આવ્યો છે. ઉનાળામાં આજીડેમ છલોછલ ભરાયો છે. આજીડેમમાં પાણીની સપાટી ૨૭ ફૂટ પર પહોંચી છે. આજીડેમ ભરાતા હવે પાણીની સમસ્યા રહેશે નહીં.