બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો, અમદાવાદમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ

અમદાવાદ: અમદાવાદમાં બેવડી ઋતુના પગલે રોગચાળો વકર્યો છે. શહેરમાં પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો બેકાબૂ બન્યો છે. ચાલુ માસની વાત કરવામાં આવે તો ઝાડા ઉલ્ટીના ૨૮૮ કેસ અને જોન્ડીસના ૯૭ કેસ સામે આવ્યા છે. બીજી તરફ ટાઈફોડના ૧૮૬ અને કોલેરાના ૭ કેસ નોંધવામાં આવ્યા છે.

ઠંડી પડતી હોવા છતા મચ્છરોનો ઉપદ્રવ યથાવત હોવાના કારણે રોગચાળામાં વધારો થયો છે. ડેન્ગ્યુના ૩૬, સાદા મલેરીયાના ૯, ઝેરી મેલેરીયાના ૫ કેસ નોંધવામાં આવ્યા છે. બીજી તરફ કાર્પોરેશન તંત્ર દ્વારા દાવા કરવામાં આવી રહ્યો છે કે મચ્છરને કાબૂ કરવા માટે સેમ્પિલંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રોગચાળો બે કાબૂ બનાતા દવાખાનામાં દર્દીઓની લાઈન જોવા મળી રહી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news