વધુ એક રાજીનામુઃ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલંકીએ રાજીનામું આપ્યું
વડોદરાઃ પ્રદિપસિંહ વાધેલા બાદ વડોદરા શહેર ભાજપ મહામંત્રી સુનીલ સોલકીએ પણ રાજીનામું આપ્યું છે. સુનીલ સોલંકીએ અંગત કારણસર સ્વૈચ્છિક રાજીનામું આપતા પાર્ટીએ સ્વીકારી લીધુ છે. વડોદરા શહેર ભાજપ દ્વારા આ વાતને સમર્થન આપવામાં આવ્યું છે.
સુનિલ સોલંકી અગાઉ વડોદરાના મેયર પણ રહી ચૂક્યા છે અને ભાજપના સિનિયર આગેવાન છે. ત્યારે સિનિયર નેતાએ અચાનક જ રાજીનામું આપી દેતા અનેક પ્રકારની ચર્ચાએ જોર પકડ્યું છે. છેલ્લા કેટલાક સમયથી જે પ્રકારની ગતિવિધીઓ ચાલી રહી છે અને જે ઘટનાક્રમ બની રહ્યા છે તેને શ્વેતા સુનીલ સોલંકી પણ જૂથવાદનો ભાંગ બન્યા હોય તેવુ લાગી રહ્યુ છે.
ચોક્કસ જૂથ દ્વારા ઉચ્ચ સ્તરે કરાયેલી ફરિયાદના કારણે સુનીલ સોલંકીનું રાજીનામું માગવામાં આવ્યુ હોય તેવી ચર્ચા થઇ રહી છે. જો કે વડોદરા શહેર ભાજપ દ્વારા માત્ર એ વાતને સમર્થન આપવામાં આવ્યુ છે કે અંગત કારણોસર સુનિલ સોલંકી દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે.