Vadodara Breaking: વડોદરાની ઓનીરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ, 3 કામદારોના મોત

વડોદરાના પાદરામાં એક કંપનીમાં બ્લાસ્ટની ઘટના બનવા પામી છે. આ ઘટનામાં 3 જેટલા કામદારોનો મોત નીપજ્યા છે, તો એક કામદાર ગંભીર રીતે ઘાયલ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. ઘટનાને લઇને પોલીસ, મામલતદાર અને આગેવાનો સ્થળ પર પહોંચ્યા હતા.

મળતી વિગતો પ્રમાણે વડોદરાના પાદરમાં એકલબારા ગામ પાસે આવેલી ઓનીરો લાઈફકેર કંપનીમાં બ્લાસ્ટ થયો હોવાની ઘટના બનવા પામી હતી. અચાનક બ્લાસ્ટ થતાં દહેશત ફેલાઈ જવા સાથે આસપાસમાં દોડધામ મચી જવી પામી હતી. આ દુર્ઘટનામાં ત્રણ કામદારોના મોત થવા પામ્યા છે, તો એક કામદારો ગંભીર રીતે દાઝી ગયા હોવાની વિગત મળી રહી છે.

આ દુર્ઘટનામાં ઈજાગ્રસ્તોને વડોદરા અને ડભાસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, જ્યાં ત્રણ કામદારોના સારવાર મળે તે પહેલા મોતા થયા હતા.

ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટના સ્થળે પહોંચી કામગીરીમાં જોડાયા હતા. આ ઉપરાંત મામલતદાર, પોલીસ સહિત અગ્રણીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news