ત્રીજી લહેરમાં રસીકરણને કારણે તેની અસર ઓછી થઈ છે
લોકસભામાં બજેટ રજૂ કરતા નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે કહ્યું કે દેશ હાલમાં કોરોનાની લહેરમાંથી પસાર થઈ રહ્યો છે. અમારું લક્ષ્ય સર્વાંગી કલ્યાણનું છે. સાથે જ અમારો ધ્યેય સ્વાસ્થ્ય માળખાને મજબૂત કરવાનો, રસીકરણ કાર્યક્રમને ઝડપી બનાવવાનો અને રોગચાળા સામે વ્યાપક ઝુંબેશ શરૂ કરવાનો છે. આ બજેટ ૨૫ વર્ષ માટે પાયો નાખશે. ખાનગી રોકાણને પ્રોત્સાહન આપવાનું લક્ષ્ય નક્કી કરવામાં આવ્યું છે.
નાણા પ્રધાન ર્નિમલા સીતારમણે બજેટ રજૂઆતની શરુઆતમાં જણાવ્યુ હતુ કે કોરોનાની ત્રીજી લહેરમાં રસીકરણના કારણે નુકસાન ઓછુ થયુ છે. તેથી રસીકરણની કાર્યક્રમને ઝડપી બનાવવો જોઇએ. કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે, અમારી સરકારે લાભો આપવા માટે મહિલા અને બાળ વિકાસ મંત્રાલયની મિશન શક્તિ, મિશન વાત્સલ્ય, સક્ષમ આંગણવાડી અને પોષણ ૨.૦ જેવી યોજનાઓને વ્યાપક રીતે સુધારી છે. સાથે જ તેમણે કહ્યુ કે દેશમાં આંગણવાડીઓને ઊર્જાથી સંપન્ન કરાશે. ૨ લાખ આંગણવાડીઓને સક્ષમ આંગણવાડી રૂપે અપગ્રેડ કરવામાં આવશે.