દેશમાં જાન્યુઆરીમાં વેક્સિનેશન શરૂ થાય એવી શક્યતા :ડો.હર્ષવર્ધન

કોરોનાનો ખરાબ સમય પસાર થઈ ચૂક્યો છે
વેક્સીન ન લગાવવા પર સરકાર નહીં કરે કોઇ દબાણ, હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સને પહેલા મળશે રસી

કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રી હર્ષવર્ધને આશા વ્યક્ત કરી છે કે દેશમાં કોરોના વેક્સિન લગાવવાનું કામ જાન્યુઆરીમાં શરૂ થઈ શકે છે. તેમણે એ પણ કહ્યું હતું કે ભારતમાં કદાચ કોરોના મહામારીનો ખરાબ સમય પૂર્ણ થઈ રહ્યો છે. જાન્યુઆરીના કોઈપણ સપ્તાહમાં ભારત તેના નાગરિકોને વેક્સિન આપવાની સ્થિતિમાં હશે.

હર્ષવર્ધને વાતચીતમાં કહ્યું હતું, મને વ્યક્તિગત રીતે લાગી રહ્યું છે કે જાન્યુઆરીના કોઈપણ સપ્તાહમાં વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે, હવે આપણે એ સ્થિતિમાં પહોંચી ચૂક્યા છે. જાેકે અમારી પ્રાથમિકતા છે કે વેક્સિન સુરક્ષિત અને ઇફેક્ટિવ રહે, એ બાબતે અમે કોઈપણ પ્રકારનું સમાધાન નહિ કરીએ.

તેમણે કહ્યું હતું, કેટલાક મહિના પહેલાં દેશમાં કોરોનાના ૧૦ લાખ એક્ટિવ કેસ હતા, જે હવે ત્રણ લાખ છે. સંક્રમણના એક કરોડ કેસ પ્રકાશમાં આવી ચૂક્યા છે. એમાંથી ૯૫ લાખથી વધુ દર્દીઓ સાજા થઈ ચૂક્યા છે. આપણો રિકવરી રેટ વિશ્વમાં સૌથી વધુ છે. મને લાગે છે કે જેટલી તકલીફથી આપણે પસાર થયા છે તે હવે સમાપ્ત થવાની દિશામાં છે.

તેમણે વધુમાં કહ્યું, ભારત સરકાર છેલ્લા ચાર મહિનાથી રાજ્ય સરકારની સાથે મળીને રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર પર વેક્સિનેશનની તૈયારીઓ કરી રહી છે. ૨૬૦ જિલ્લામાં ૨૦ હજાર વર્કર્સને તેની ટ્રેનિંગ આપવામાં આવી. આપણી કોશિશ રહેશે કે પ્રાથમિકતામાં સામેલ દરેક વ્યક્તિને વેક્સિન આપવામાં આવે. જોકે કોઈ તેને લેવા માગતું ન હોય તો તેની પર દબાણ કરવામાં આવશે નહિ.

ભારતને પોલિયોની જેમ કોરોનામુકત કરવું શકય છે ? એ અંગેના સવાલ પર કેન્દ્રીય સ્વાસ્થ્યમંત્રીએ પોલિયો અને કોવિડ-૧૯ અલગ-અલગ બીમારીઓ છે. પોલિયોને સમાપ્ત કરવો એ વૈજ્ઞાનિક રીતે શક્ય હતું. કોરોના વાઈરસના કેસ પણ ઘટશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ કોરોના વેક્સીનનાં વિતરણ અંગે કહ્યું કે, ભારત સરકાર ગત ચાર મહિનાથી રાજ્યોની સા થે વેક્સીનેશનની તૈયારીમાં લાગી ગયુ છે. લોકોને સુરક્ષિત રીતે કોરોના વેક્સી આપવા માટે ૨૬૦ જિલ્લાનાં ૨૦ હજારથી વધુ વર્કર્સને ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. અમારો પ્રાયસ એ રહેશે કે અમારી પ્રાથમિકતામાં શામેલ દરેક વ્યક્તિને વેક્સીન લગાવવામાં આવે. પણ જાે કોઇ તેને લગાવવા ન ઇચ્છે તો તેનાં પર કોઇ દબાણ કરવામાં આવશે નહીં.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news