અસલાલ નજીક પ્રદૂષણ ઓકતી ફેક્ટરીથી ગ્રામજનો ત્રાહિમામ્‌

ભિલોડાના અસલાલ નજીક આવેલી પ્રદૂષણ ઓકતી ફેક્ટરીઓ સામે કાર્યવાહી કરવા માટે ઉગ્ર માંગ ઉઠી છે. જિલ્લાના નિર્દોષ લોકો ભયંકર રોગચાળામાં સપડાય તે પહેલા પગલાં લેવામાં આવે તેવી ખેડૂત એકતા મંચ દ્વારા માંગ ઉઠાવી અરવલ્લી કલેકટરને લેખિત રજૂઆત કરાઈ છે. કંપનીઓ દ્વારા છોડવામાં આવતા કેમિકલ યુક્ત પાણીના કારણે ખેતી બગડી રહી છે અને ખેડૂતોને મોટું નુકસાન થતું હોવાની રજૂઆત કરાઈ છે. બોરવેલ અને કુવાઓમાં પણ કેમિકલ યુક્ત પાણી આવી રહ્યું હોય આસપાસના ગામોમાં પાણી પીવાલાયક પણ રહ્યું નથી. અસાલ,સોડપુર,વાંદિયોલ,નાપડા,નાપડાજાગીર,ખારી,વજાપુર,બ્રહ્નપુરી, લાલપુર,ખીલોડા,ઈશ્વરપૂરા ગામોમાં અસર થઈ રહી હોવાની રજૂઆત કરવામાં આવી છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news