કચ્છમાં કુદરતી સૌંદર્ય ને નિહાળવા પ્રવાસીઓની પડાપડી

લખપત તાલુકામાં મોસમનો સૌથી બધું ૧૮ ઇંચ વરસાદ થતાં માણકાવાંઢના નરા પાસેનો કુંડી ધોધ જીવંત બન્યો છે. ધોધમાં વિપુલ પ્રમાણમાં જળરાશીની આવક થઈ છે જેના કારણે આ ધોધ પર નયનરમ્ય દ્રષ્યો સર્જાયા છે. ચારે તરફ પથરાયેલી હરિયાળી અને પથ્થરો ઉપરથી વહેતા પાણીના ધોધે કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્‌યું છે. પ્રકૃતિ પ્રેમીઓ ધોધને માણવા ઉમટી પડ્યા છે અને સુંદર દ્રષ્યોને કેમેરાના કચકડે કંડારવા પહોંચ્યા છે.

ધોધના પાણી અંદાજીત ૨૫ ફૂટની ઊંચાઈએથી ભારે અવાજ સાથે આગળ ધપી રહ્યો છે. ધસમસતા પાણીના પ્રવાહને જોવા માટે લોકો આવી રહ્યા છે. જોકે કેટલાક લોકો જીવના જોખમે અહીં આનંદ માણતા જોવા મળ્યા હતા. લોકોએ સ્વ જાગૃતતા કેળવી અકસ્માતને બનતા અટકાવવાનો મત જાગૃત લોકોએ વ્યકય કર્યો હતો.કચ્છમાં સાવર્ત્રિક વરસાદ બાદ મેઘરાજાએ સમગ્ર જિલ્લાની ધરાને વરસાદી ધારાથી તૃપ્ત કરી દીધી છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news