આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે

અરબી સમુદ્રમાં એકસાથે બે વાવાઝોડા સર્જાયા છે. તેજ વાવાઝોડું જ્યાં નબળુ પડ્યુ છે, ત્યા હામુન ઉભુ થયું છે. ત્યારે ગુજરાતના વાતાવરણને હામુનની શુ અસર થશે તેના વિશે હવામાન વિભાગે અપડેટ આપ્યા છે. IMD દ્વારા માહિતીમાં જણાવાયુ છે કે, “હામૂનની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ચક્રવાતી વાવાઝોડું નબળું પડીને અને ૮૦થી ૯૦ કિમી પ્રતિ કલાકની ઝડપે ૧૦૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવનની ઝડપ સાથે થોડા જ કલાકોમાં બાંગ્લાદેશના દરિયાકાંઠે ચટગાંવની દક્ષિણે પસાર થશે. ગુજરાત માથે હાલ બે-બે વાવાઝોડાની સ્થિતિના ભણકારા વાગી રહ્યા હતા. પરંતુ હવે વાવાઝોડાની અસર મામલે હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતીનું નિવેદન સામે આવ્યું છે અને તેમણે જણાવ્યું કે ગુજરાતમાં આગામી પાંચથી સાત દિવસ વરસાદની હાલ કોઈ શક્યતા નથી અને વાવાઝોડાની અસર પણ ધીમી પડી રહી છે.

તેઓએ તેજ વાવાઝોડા અંગે માહિતી આપતા જણાવ્યું કે આ સાયક્લોન હવે વેરી સિવિયરમાંથી નબળું પડીને સિવિયર સાઇકોલોન બની ગયું છે અને તેમની ડાયરેક્શન નોર્થ વેસ્ટ બાજુ છે. જે યમન કોસ્ટને ૨૪મી ઓક્ટોબરના રોજ ક્રોસ કરે તેવી શકયતા જોવા મળી રહી છે.

અંબાલાલ પટેલે જણાવ્યું કે, આ વર્ષે નવેમ્બર અને ડિસેમ્બરની શરૂઆતમાં શિયાળો હુંફાળો રહેશે. આ વર્ષે શિયાળો અલ નિનોના કારણે થોડો મોડો શરૂ થશે. ૨૨ ડિસેમ્બર પછી દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થશે. જેના કારણે ગુજરાતમાં ઠંડી શરૂ થશે. પરંતું આ વર્ષે જાન્યુઆરી મહિનો ઠંડો રહેશે. ૫મી ફેબ્રુઆરીથી દેશના ઉત્તરીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થતા કાતિલ ઠંડીને વેગ મળશે. આ દિવસોમાં લઘુત્તમ તાપમાન ૧૦ ડિગ્રી રહેવાની શક્યતા છે. તો ઉત્તર ગુજરાતનાં ભાગોમાં લઘુત્તમ તાપમાન ૮ ડિગ્રી રહેવાની શક્યતા છે.

ગુજરાતની વાત કરીએ તો આ વર્ષે નલિયાનું તાપમાન ૭ ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે. ફેબ્રુઆરીના અંત સુધી અને માર્ચના શરૂઆતમાં ગુલાબી ઠંડી રહેશે. એક પછી એક પશ્ચિમી વિક્ષેભ આવતા દેશના ઉત્તરીય પ્રદેશોમાં હવામાન કથળી જવાથી દિવાળી પહેલા સવારે ઠંડીનો અનુભવ થશે પણ તે શિયાળાની ઠંડી ગણી શકાય નહી. ૨૬ ઓક્ટોબરથી હવામાનમાં ફેરફાર થતા સવારે ઠંડક રહેશે. આ દિવસોમાં રોગિસ્ટ ઋતુનો પ્રભાવ ઘટશે અને સમુદ્રમાં વરસાદ વધુ થશે. આ શરદ પૂનમે ચંદ્રગ્રહણ છે, જો પૂનમે ચંદ્ર શ્યામ વાદળોમાં ઢંકાયેલો રહેતો વાવાઝોડું રહેવાની શક્યતા રહે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news