કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના ૪ આંચકા આવ્યા, અડધી રાત્રે ઘર બહાર દોડ્યા લોકો

કચ્છની ધરા ફરી એકવાર ધણધણી ઉઠી છે. આજે સવારે કચ્છમાં ઉપરાઉપરી ભૂકંપના ચાર આંચકા અનુભવાયા છે. ઉપરાઉપરી ચાર આંચકાથી લોકો ભયભીત બની ગયા હતા અને ઘરમાંથી દોડીને બહાર આવી ગયા હતા. કચ્છમાં ભૂકંપના આંચકાનો સિલસિલો યથાવત છે. કચ્છમાં આજે ફરી ભૂકંપના આંચકા અનુભવાયા છે. એક નહિ, ચાર આંચકા અનુભવાયા છે. આજે સિસ્મોલોજી યંત્ર પર ચાર આંચકા નોંધાયા છે. મોડી રાત્રે ૨.૦૭ વાગે ૩૬ કિલોમીટર એનએનઈ ખાવડા પાસે ૧.૫ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો તેના થોડા સમય બાદ રાત્રે ૨.૧૧ કલાકે ૧.૩ ની તીવ્રતાનો આંચકો ૪૧ કિલોમીટર દ્ગદ્ગઈ ખાવડા પાસે નોંધાયો હતો. તો મોડી રાત્રે ૨.૧૪ કલાકે ૯ કિલોમીટર દૂર એનએનઈડબલ્યુ દુધઈ પાસે ૨.૨ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો. તો તેના બાદ સવારે ૬.૨૯ કલાકે ૨૨ ાદ્બ એનએનઈ ભચાઉ પાસે ૧.૨ ની તીવ્રતાનો આંચકો અનુભવાયો હતો.

તમામમાં ભૂકંપની તીવ્રતાતો ઓછી હતી, પરંતુ ઉપરાઉપરી આંચકાથી લોકો ભયભીત થઈ રસ્તા પર દોડી આવ્યા હતા. તો સાથે જ અનેક લોકો ડરી ગયા હતા. એક તરફ કચ્છમાં રણપ્રદેશ હોવાથી કડકડતી ઠંડી અનુભવાઈ રહી છે. તો બીજી તરફ નીચે ધરા ધ્રૂજી રહી છે. બે કુદરતી આફતો સહન કરી રહેલા કચ્છવાસીઓ માટે આખુ વર્ષ આવી રીતે જ પસાર થતું હોય છે. ભૂકંપના અતિ સક્રિય એવા ઝોન-૫માં આવતા કચ્છમાં સમયાંતરે નાના-મોટા અને અતિ વિનાશકારી આંચકા પેટાળને હલબલાવી નાંખતા હોય છે.

કચ્છ મેઇન લેન્ડ ફોલ્ટ લાઇન ફરી સક્રિય બનતાં આગામી વર્ષોમાં કચ્છમાં મોટી તીવ્રતા સુધીનો મોટો ભૂકંપ આવવાનો ખતરો મંડરાઇ રહ્યો છે. ચાર-ચાર ફોલ્ટ લાઇન ધરાવતા કચ્છમાં ભૂકંપ અને આંચકા આવતા રહે છે. આંચકા અને નાના ભૂકંપ આવતા રહે તે એક રીતે સારી વાત સંશોધકો જણાવે છે. અને મોટા ભૂકંપને પાછો ઠેલાવે છે. જોકે કચ્છમાં એક મોટો ભૂકંપ ગમે ત્યારે આવી શકે છે તેવી ચોંકાવનારી વાત સંશોધનના અંતે બહાર આવી છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news