કોરોના વેક્સિનને લઇ વિશ્વ બેન્કના અધ્યક્ષે ભારતના ભરપેટ વખાણ કર્યા
વિશ્વ બેન્કના અધ્યક્ષ ડેવિડ માલપાસે કહ્યું કે ભારત સૌભાગ્યશાળી છે કે તેમની પાસે સીરમ ઇન્સ્ટિટ્યુટ જેવી વૈશ્વિક રસીનો એક મોટો ઉત્પાદક છે. માલપાસ એ કહ્યું કે તે ઘરઆંગણે રસીકરણ કાર્યક્રમમાં તેજી લાવવાના ભારતના પ્રયાસોથી પ્રોત્સાહિત થયા છે. માલપાસે આ ટિપ્પણી આઇએમએફ અને વર્લ્ડ બેન્કની આગામી બેઠક પહેલાં મીડિયા સાથે ચર્ચા દરમ્યાન સોમવારે કરી.
માલપાસે કહ્યું કે મારો સીરમ ઇન્સ્ટિટ્યુટની સાથે ઘણો સંપર્ક રહ્યો છે. ભારતનું સૌભાગ્ય છે કે દેશમાં વૈશ્વિક રસીનું એક મોટું ઉત્પાદક છે. એક પ્રશ્નના જવાબમાં માલપાસે કહ્યું કે તેમણે સ્થાનિક નિર્માણ માટે રાષ્ટ્રીય જરૂરિયાતો અને વિશ્વભરમાં અન્ય દેશોને પહોંચાડતી સહાયતાની દ્રષ્ટિથી વધુ પારદર્શિતાને પ્રોત્સાહિત કરી છે.
માલપાસે કહ્યું કે એ સ્પષ્ટ નથી કે અમેરિકા કે યુરોપમાં કે દક્ષિણ આફ્રિકામાં કે ભારતમાં સ્થાનિક માંગોના પુરવઠા માટે સ્થાનિક ઉત્પાદનની શું જરૂરિયાત છે. હું ભારત દ્વારા તેમના સ્થાનિક રસીકરણ કાર્યક્રમમાં તેજી લાવવાથી પ્રોત્સાહિત છું અને અમે તેના પર તેની સાથે કામ કરી રહ્યા છીએ. તેમણે કહ્યું કારણ કે ક્ષમતા સંબંધિત અવરોધ ખૂબ વધુ છે, આથી અમે જે રસીકરણ અભિયાન ચલાવી રહ્યા છીએ તેના સ્તરને વધારવા માટે ખૂબ લોકોની જરૂર પડે છે.
સ્વાસ્થય મંત્રાલયે શનિવારના રોજ કહ્યું કે ભારતે શુક્રવાર સુધીમાં કુલ ૭,૦૬,૧૮,૦૨૬ એન્ટી કોવિડ રસીના ડોઝ આપ્યા છે. માલપાસે કહ્યું કે આ મહત્વપૂર્ણ અને જરૂરી છે કે વિકાસશીલ દેશોને રસીનો ઝડપથી પુરવઠો પૂરો પાડવામાં આવે કારણ કે રસીકરણમાં અસલમાં ખૂબ જ વધુ સમય લાગે છે. માલપાસનું આ નિવેદન એવા સમય પર આવ્યું છે જ્યારે ભારતે દુનિયાના કેટલાંય દેશોને રસીનો પુરવઠો પૂરો પાડ્યો છે.