આગના કારણે નારોલનું આકાશ કાળા ડિબાંગ વાદળથી છવાયું

અમદાવાદઃ શહેરના નારોલ વિસ્તારમાં  આકાશમાં કાળા વાદળો દેખાતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતુ. મસમોટો આકાર ધરાવતા આ કાળા ડિબાંગ વાદળોને  શહેરના દૂરના વિસ્તારમાંથી પણ જોઇ શકાતા હતા. લોકોમાં ચર્ચા હતી કે શાને લીધી આ મસમોટું કાળુ વાદળ આકાશમાં જોવા મળી રહ્યું છે. 

જોકે, પર્યાવરણ ટુડેએ આ અંગે તપાસ કરતા આ ગનો ધૂમાડો નારોલ વિસ્તારમાં  આકાશમાં ઉંચે જઇ રહ્યો હતો. આગનું વિકરાળ અને વિશાળ સ્વરૂપ તેમાંથી નીકળતા ધૂમાડા પરથી જોઇ શકાય છે. પ્રાથમિક રીતે આ આગ નારોલ વિસ્તારમાં આવેલા કોઈ કેમિકલના ગો઼ડાઉનમાં લાગી હોવાની જાણકારી મળી રહી છે.

આગનું વિકરાળ સ્વરૂપ જોઇને મોટા પાયે નુક્શાન થયું હોવાની વાતને નકારી શકાય નહી. આ ગ કેવી રીતે લાગી તેનું કારણ , જાનહાનિ  કે અન્ય સંબંધિત વિગતો ને લઇ હાલ જાણકારી મળી રહી નથી.  

વીડિયો

(1) ParyavaranToday on X: “અમદાવાદ શહેરના નારોલ વિસ્તારમાં  આકાશમાં કાળા વાદળો દેખાતા લોકોમાં કૂતુહલ સર્જાયું હતુ મસમોટો આકાર ધરાવતા આ કાળા ડિબાંગ વાદળોને  શહેરના દૂરના વિસ્તારમાંથી પણ જોઇ શકાતા હતા. લોકોમાં ચર્ચા હતી કે શાને લીધી આ મસમોટું કાળુ વાદળ આકાશમાં જોવા મળી રહ્યું #fire #AirPollution #Pollution https://t.co/kcoqjQrN5t” / X

 

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news