રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી કરી VID લગાવાની મુદતમાં એક માસનો વધારો કરાયો

રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળાયેલા વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશનને લઇને કરીને ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’- VID લાગાવવાની મુદ્દત તા. ૦૧ નવેમ્બર-૨૦૨૩સુધી એટલે કે એક માસ વધારવામાં આવી છે

ગાંધીનગરઃ રાજ્યમાં ખનિજ કામગીરી સાથે સંકળયેલા તમામ વાહનોની નોંધણી-રજિસ્ટ્રેશન કરીને ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’- VID લગાવાનું ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં એન્ડ-યુઝર રજિસ્ટ્રેશન અંતર્ગત ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’-લગાવાનું ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર દ્વારા નક્કી કરવામાં આવ્યું હતું. જેમાં એન્ડ-યુઝર રજિસ્ટ્રેશન અંતર્ગત ‘વ્હીકલ ટ્રેકિંગ ડિવાઈસ’ લગાવવાની કામગીરી ૬૦ દિવસમાં એટલે કે તા. ૩૦ સપ્ટેમ્બર-૨૦૨૩ સુધીમાં પૂર્ણ કરવાની હતી. પરંતુ આ અંગે વિવિધ એશોસિએશન તરફથી મળેલી રજૂઆતોને ધ્યાનને લઈ VID લગાવવાની મુદ્દત તા. ૦૧ નવેમ્બર-૨૦૨૩ સુધી વધારવામાં આવી છે તેમ, ભૂસ્તર વિજ્ઞાન અને ખનિજ કમિશનર, ગાંધીનગરની યાદીમાં જણાવાયું છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news