દેશના પહેલા સીડીએસ બિપિન રાવત તેમના પત્ની સહિત ૧૩ના નિધન

ન્યુદિલ્હી  :તામિલનાડુના કુન્નુરના જંગલમાં બુધવારે બપોરે લગભગ ૧૨ઃ૨૦ વાગ્યે સેનાનું MI-17V5 હેલિકોપ્ટર ક્રેશ થઈ ગયું હતું. ગાઢ જંગલમાં હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થયા પછી એમાં આગ લાગી ગઈ હતી. એમાં ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ (CDS) જનરલ બિપિન રાવત, તેમનાં પત્ની મધુલિકા સહિત સેનાના ૧૪ ઓફિસર સવાર હતા. રિપોર્ટ્‌સ મુજબ, અત્યારસુધીમાં ૧૩ મૃતદેહ મળ્યા છે. દુર્ઘટના પછી લગભગ એક કલાક બાદ આ જાણકારી આપવામાં આવી કે જનરલ રાવતને વેલિંગ્ટનની મિલિટરી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. તેમની હાલત કેવી છે એ અંગે કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નહતું. કેટલાક રિપોર્ટ્‌સમાં દાવો કરવામાં આવ્યો હતો છે કે જનરલ બિપિન રાવત ગંભીર રીતે ઘાયલ છે.

 

રક્ષામંત્રી રાજનાથ સિંહ જનરલ રાવતના દિલ્હી સ્થિત ઘરે તેમના પરિવારને મળવા પહોંચ્યા હતા. આ દુર્ઘટના અંગે તેઓ સંસદમાં ગુરુવારે નિવેદન આપશે. જનરલ બિપિન રાવત દેશના પહેલા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ હતા. તેમણે ૧લી જાન્યુઆરી ૨૦૨૦ના રોજ પદ સંભાળ્યું હતું. રાવત ૩૧ ડિસેમ્બર ૨૦૧૬થી ૩૧ ડિસેમ્બર ૨૦૧૯ સુધી સેના-પ્રમુખપદે રહ્યા હતા.ઈન્ડિયન એરફોર્સે CDS બિપિન જનરલ રાવતના મોતની પુષ્ટી કરી દીધી છે. ઈન્ડિયન એરફોર્સે ટિ્‌વટ કરીને કહ્યું છે કે, આ દુર્ઘટનામાં બિપિન રાવત સહિત ૧૩ લોકોના મોત થયા છે. આ ઘટનામાં ગ્રુપ કેપ્ટન વરુણ સિંહની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. જાેકે તેમની સ્થિતિ પણ ઘણી ગંભીર જણાવવામાં આવી છે.

રક્ષાસૂત્રોના જણાવ્યા પ્રમાણે જનરલ રાવતના નિધનની ખબર જાહેર કર્યા પછી વડાપ્રધાન સુરક્ષા મામલે કેબિનેટ કમિટી એટલે કે CCSની સાંજે ૬.૩૦ વાગે બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠકમાં મોતની ઔપચારિક જાહેરાત કરવામાં આવશે. હજુ જનરલ બિપિન રાવત અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નહતું, પરંતુ સેનાનાં સૂત્ર અને કેટલાક પૂર્વ અધિકારીઓએ જનરલ બિપિન રાવતના મોતને લઈને ટ્‌વીટ કરી દીધું છે. રિટાયર્ડ લેફટનન્ટ જનરલ એચએસ પનાગે જનરલ બિપિન રાવતને ટ્‌વીટ કરી શ્રદ્ધાંજલિ આપી હતી. હેલિકોપ્ટર સુલુર એરબેઝથી વેલિંગ્ટન જઈ રહ્યું હતું. હેલિકોપ્ટર બપોરે ૧૨ઃ૨૦ વાગ્યે ક્રેશ થયું, જ્યારે એ લેન્ડિંગ સ્પોટથી માત્ર ૧૦

કિલોમીટર જ દૂર હતું. ઘટનાસ્થળે ડોકટર્સ, સેનાના અધિકારી અને કોબરા કમાન્ડોની ટીમ હાજર છે. જે મૃતદેહ મળી આવ્યા છે એની ઓળખ કરવામાં આવી રહી છે, કેમ કે આ મૃતદેહ ૮૫% બળી ગયા છે. કેટલાક વધુ શબ ખીણમાં જાેવા મળ્યા છે. દુર્ઘટનાનાં જે દૃશ્યો સામે આવ્યાં છે એમાં હેલિકોપ્ટર સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત જાેવા મળી રહ્યું છે અને એમાં આગ લાગી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *