દેશના દરેક ગામડામાં ગાયના છાણમાંથી પેઇન્ટ બનાવવાની ફેક્ટરી ખોલવાની કેન્દ્રની યોજના
દેશના દરેક ગામડામાં ગાયના છાણમાંથી પેઈન્ટ બનાવવાની ફેકટરી ખુલે તેવી યોજના કેન્દ્ર સરકારે બનાવી છે. લઘુ ઉદ્યોગોના મંત્રાલયને સંભાળતા કેન્દ્ર સરકારના મંત્રી નીતિન ગડકરીએ આ યોજનાને આગળ વધારવાનુ શરુ કર્યુ છે.
ગાયના છાણમાંથી રંગ બનાવવાની ફેક્ટરી શરુ કરવા માટે ૧૫ લાખ રુપિયા જેટલો ખર્ચ થાય છે. જો સરકારનુ સપનુ સાકાર થયુ તો રોજગારના અભાવે ગામડામાંથી શહેરમાં થઈ રહેલુ પલાયન અટકી જશે.
નીતિન ગડકરીનુ કહેવુ છે કે, ગાયના છાણમાંથી બનેરલા પેઈન્ટની ડિમાન્ડ ઝડપથી વધી રહી છે.આ માટે તાલિમ આપવાની વ્યવસ્થા જયપુરમાં કરવામાં આવી છે પણ એટલી અરજીઓ આવી છે કે, તમામની ટ્રેનિંગ પણ શક્ય બની રહી નથી. ૩૫૦ લોકો ટ્રેનિંગ માટે વેઈટિંગ લિસ્ટમાં છે. હવે અમે ટ્રેનિંગ માટેની સુવિધાનો વ્યાપ વધારવા પર કામ કરી રહ્યા છે. જેથી મહત્તમ લોકો ગાયના છાણમાંથી રંગ બનાવવાની ફેક્ટરીઓનુ સંચાલન કરી શકે.
સરકાર દ્વારા જાન્યુઆરી મહિનામાં આ પેઈન્ટ લોન્ચ કરાયો હતો.જે ઈકોફ્રેન્ડલી છે અને તેમાં બેક્ટેરિયાનો ખાતમો કરવા માટેના ગુણ પણ છે.તેની કોઈ સ્મેલ નથી.આ પેઈન્ટ ડિસ્ટેમ્પર અને પ્લાસ્ટિક ઈમ્યુલેશન સ્વરુપે માર્કેટમાં આવ્યો છે.
પેઈન્ટની ફેક્ટરીઓ મોટા પાયે શરુ થવાના કારણે ગામડાઓમાં ગાયના છાણની ડિમાન્ડ વધશે.એક અંદાજ પ્રમાણે એક ખેડૂત એક પશુના છાણમાંથી જ વર્ષે ૩૦૦૦૦ રુપિયાની કમાણી કરી શખશે.ખેડૂતોની આવકમાં તેના કારણે ધરખમ વધારો થશે.