ગુલાબનગરમાં વરસાદી પાણી નિકાલ માટે તંત્ર દોડ્યા

જામનગરના ગુલાબનગર વિસ્તારના કોર્પોરેટર અને ડે. મેયર તપન પરમારે કમિશનરને રજૂઆત કરતા કમિશનર વિજય ખરાડી, સિટી એન્જિનિયર શૈલેષ જોષી સહિતના ઉચ્ચ અધિકારીઓ ત્યાં દોડી જઈ ત્યાંના લોકોની તકલીફો જાણી હતી. અને તાત્કાલિક સૂચના આપી સફાઈ કામગીરી શરૂ કરાવી દીધી હતી. તેમજ આ વિસ્તારમાં ભૂગર્ભ ગટરની લાઈન લેવલ જળવાયું ન હોય તેને પણ ટેકનિકલી રીતે સરખુ કરવા માટે અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી.

જામનગરના ગુલાબનગર વિસ્તારમાં નારાયણનગર, સિન્ડીકેટ સોસાયટી, રવિ પાર્ક વગેરે વિસ્તારોમાં વરસાદી પાણીના ભરાવાથી લોકો કંટાળી ગયા હતા. ગંદકી અને મચ્છરના ઉપદ્રવના કારણે રોગચાળા જેવી સ્થિતિ ઉત્પન્ન થઈ હતી.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news