આકાશમાંથી મૃત પક્ષીઓ અચાનક રસ્તા પર પડ્યાની અજીબ ઘટના બની

દુનિયાભરમાં અમુકવાર એવી ઘટનાઓ બને છે. આવી ઘટનાઓ જોઈને દંગ રહી જવાય છે. અમુક ઘટનાઓ વિવાદ ઉભી કરે અથવા તો કઈ કહી ના શકાય કે આવી ઘટના કેવી રીતે સર્જાઈ શકે છે , જેવા સવાલો ભા કરી દે છે, પરંતુ એક ઘટનાની આજકાલ ઘણી ચર્ચામાં છે. કે  વેલ્સમાં  અચાનક ૨૦૦થી વધુ પક્ષીઓ રસ્તા પર મૃત હાલતમાં જોવા મળ્યા. રોડ પર કારમાં જતા લોકો પણ આ જોઈને દંગ રહી ગયા હતા. આશ્ચર્યની વાત એ છે કે આ અકસ્માત કેવી રીતે થયો તેની કોઈને ખબર નથી.

વેલ્સના પેમ્બ્રોકશાયરમાં વોટરસ્ટોનથી હેઝલબીચ વચ્ચેના રસ્તા પર એક એવી ઘટના બની છે જેણે બધાને ચોંકાવી દીધા છે. લોકોના જણાવ્યા પ્રમાણે રસ્તા પર ઘણા મૃત પક્ષીઓ રસ્તા પર પડેલા છે. કેટલાક લોકોએ તો એવો દાવો કર્યો કે, નજીકના ડ્રેગન ન્દ્ગય્ ગેસ કંપનીના પ્લાન્ટમાં લીક થવાને કારણે આવું થયું છે, પરંતુ ઘણા લોકો આમાં સંમત નથી થયા.

આ ઘટના સ્થળની નજીક રહેતા અમુક લોકોના જણાવ્યા અનુસાર, અને  તે દિવસ રાત્રે ૧૧ વાગ્યાની આસપાસ ફરવા જતી એક મહિલાએ કહ્યું હતું કે , અચાનક તેને જોરદાર અવાજ સંભળાયો. જણાવ્યું કે, તે રસ્તા પર પહોંચતા જ તેણે આ નજારો જોયો અને તે તરત જ ત્યાંથી નીકળી ગઈ હતી. આ નજારો ખૂબ જ ડરામણો લાગ્યો. તેણે કહ્યું કે તે પહોંચી ત્યાં સુધીમાં પક્ષી મરી ચૂક્યા હતા. ઘટના સ્થળેથી તે એક પક્ષીને પોતાની સાથે ઘરે લાવી હતી. અને જેનો જીવ બચી ગયો હતો. બીજી તરફ ઈયાન મેકએફ્રે નામના વ્યક્તિએ જણાવ્યું કે, તે કાર લઈને જતો હતો ત્યાં તેણે જોરદાર અવાજ સાંભળ્યો. જેના પછી આકાશમાંથી પક્ષીઓ પડવા લાગ્યા. તેણે કહ્યું કે, અવાજ વીજળી જેટલો મોટો નહોતો, પણ તેના જેવો જ હતો. અવાજની ક્ષણો પછી લગભગ ૫ પક્ષીઓ તેની કારના બોનેટ પર અને ૬ જેટલાં જમીન પર પડ્યાં.  ત્યાં બીજી તરફ ડ્રેગન LNG કંપનીએ જણાવ્યું કે, તેમના પ્લાન્ટમાં કંઈ અજુગતું થયું નથી, જેનાથી એવું ન કહી શકાય કે પક્ષી તેના કારણે મૃત્યુ પામ્યા છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news