બાળકોને રસી આપ્યા બાદ જ સ્કુલો શરૂ કરો : કોવિડ ટાસ્ક ફોર્સ

મહારાષ્ટ્રમાં ૮માંથી ૧૨મા ધોરણની સ્કૂલો શરૃ થઇ ગઇ છે. અત્યારે રહેલાથી આઠમાં ધોરણના વર્ગો શરૃ કરવાની વિચારણા થઇ રહી છે. આ અંગે પાલિકાએ પ્રાયમરી સ્કૂલો શરૃ કરવા માટે અનુકૂળતા ધર્શાવી છે. બીજુ બાળકોમાં કોરોનાના ચેપનું પ્રમાણ વધ્યું નથી અને કોવિડને લગતા નિયમો પણ શિથીલ કરવામાં આવી રહ્યા છે. એટલે પહેલાથી આઠમાં ધોરણની સ્કૂલો શરૃ કરવાની  ભલામણ કરવામાં આવી છે. પરંતુ કોવિડ ટાસ્ક ફોર્સે નાના બાળકોનું રસીકરણ પૂર્ણ થયા પછી જ સ્કૂલો શરૃ કરવાની સલાહ આપી છે.

મુંબઇની બધી જ  સ્કૂલો શરૃ કરવા માટે પાલિકા પ્રશાસને અનુકુળતા દર્શાવી છે આને લગતો અહેવાલ પણ રાજ્ય સરકારને આપ્યો છે. પરંતુ કોવિડ ટાસ્ક ફોર્સે બાળકોનું રસીકરણ પૂર્ણ થયા  પછી જ સ્કૂલો શરૃ કરવાની સરકારને સલાહ આપી છે.

 

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news