ઇમ્યુનિટી વધારવા નારંગી અને મોસંબીની માંગમાં નોંધપાત્ર વધારો

કોરોના સામે લડવા માટે ઇમ્યુનિટી વધારવાની જરૂર છે અને તેના માટે વિટામીન સી ખુબ જરૂરી છે મોસંબી  અને નારંગીમાં વિટામીન સી પુષ્કળ પ્રમાણમાં હોય છે જેના લીધે નારંગી એને મોસંબીની માગમાં અચાનક વધારો જાેવા મળ્યો છે. જેના પગલે જૂનાગઢ યાર્ડમાં પ્રતિદિન ૩ હજાર જેટલા બોક્સની આવક થઈ રહી છે. સામાન્ય સંજાેગોમાં આટલા બોક્સની આવક જૂનાગઢમાં ક્યારેય જાેવા મળી નથી પરંતુ જે પ્રમાણે  સંક્રમણ  વધી રહ્યું છે, તેવી પરિસ્થિતિમાં નારંગી અને મોસંબીની માગ પુષ્કળ પ્રમાણમાં વધી રહી છે

અગાઉના વર્ષોમાં આ સમય દરમ્યાન જૂનાગઢમાં પ્રતિદિન ૧૦૦થી ૨૦૦ સંતરા, નારંગી અને મોસંબીના બોક્સની આવક જાેવા મળતી હતી, પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણના લીધે નારંગી અને મોસંબીની માંગ વધી છે.  જેના કારણે પ્રતિદિન ૨૦૦ બોક્સની જગ્યા પર ૩ હજાર બોક્સ પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં ખૂટી પડે છે.

સતત વધતી માગને પગલે આગામી દિવસોમાં મોસંબી અને નારંગીની આવક વધી શકે છે. જેના માટે એપ્રિલ-મે મહિનાના સમયમાં જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં સામાન્ય દિવસોમાં કેરીની પુષ્કળ આવક થતી હોય છે. ત્યારે આ વર્ષે બિલકુલ વિપરીત દ્રશ્યો સામે આવી રહ્યા છે અને કેરીની જગ્યાએ મોસંબી,અને નારંગીની માગ વધતા તેની પુષ્કળ પ્રમાણમાં આવક થઈ રહી છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news