ઈકબાલગઢના સેવાભાવીએ ગામમાં પક્ષીઓ માટે પાણીના કુંડા મૂક્યા
ઉનાળાની શરૂઆત થતાં કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. કેટલાક વિસ્તારોમાં પાણીની અછત પણ સર્જાતી હોય છે અને પાણી મેળવવા માટે ફાંફાં મારવા પડતા હોય છે. આવી કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે ઈકબાલગઢના સેવાભાવી પોપટજી ઠાકોરે પાણીના કુંડા ઠેર ઠેર જગ્યાએ જઈ વૃક્ષ ઉપર લગાવે છે.
ઉનાળામાં પોપટજી ઠાકોરે પક્ષીઓ માટે પાણીના કુંડા અલગ અલગ જગ્યાએ વૃક્ષો પર લગાવીને લોકોને અપીલ પણ કરે છે કે તે પોતાના ઘરની આજુબાજુ કે પોતાના ઘરની અગાસી પર પક્ષીઓ માટે પાણીના કુંડા મુકવા વિનંતી કરે છે.
ઈકબાલગઢ ગામનાના સેવાભાવી એવા પોપટજી ઠાકોરે ઉનાળામાં પક્ષીઓ માટે ઠેરઠેર જગ્યાએ કુંડા મૂકી ને લોકોને પોતાના ઘરની અગાસી કે આજુબાજુના વૃક્ષો પર પક્ષીઓ માટે પાણીના કુંડા મુકવા અપીલ કરી છે. જેમાં આજે પોપટજી ઠાકોરે ઈકબાલગઢ ગામના કેટલાક વિસ્તારમાં વૃક્ષો ઉપર પક્ષીઓ માટે પાણીના કુંડા મૂક્યા હતા.