ઈન્ડિયા ટુ ગ્લોબલ: શેપિંગ કોર્પોરેટ અફેર્સ ફોર ધ ફ્યુચર વિષય પર પરિસંવાદ યોજાયો
અમદાવાદઃ કોર્પોરેટ અફેર્સ ગ્રુપ ગુજરાત (CAG) દ્વારા તેની ત્રીજી વાર્ષિક મીટિંગનું આયોજન તારીખ 20ના સપ્ટેમ્બર 2025ના રોજ અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન ખાતે કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં “ઇન્ડિયા ટુ ગ્લોબલ: શેપિંગ કોર્પોરેટ અફેર્સ ફોર ધ ફ્યુચર” વિષય પર, કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર્સના ચેરમેન ડૉ. સુનીલ પારેખ અને અરવિંદ લિમિટેડ ખાતે ગવર્નમેન્ટ રિલેશન્સ એન્ડ સ્ટ્રેટિજિક કોમ્યુનિકેશન સીઈઓ ડૉ. પરમ શાહ વક્તા તરીકે ઉપસ્થિત રહ્યાં હતા, અને ઉપરોક્ત વિષય પર મહત્વપૂર્ણ માહિતી પૂરી કરી હતી.

ડૉ. સુનીલ પારેખે સંવાદમાં ભાગ લઇને કોર્પોરેટ અફેર્સ ની કંપનીમાં અને સરકારમાં મહત્વપૂર્ણ ભૂમિકા અને ફ્યુચર ચેલેન્જીસ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી, જ્યારે ડૉ. પરમ શાહે ઈન્ડિયા અને ગ્લોબલ સ્તરે વૈશ્વિક બદલાવ અને તેના પડકારોના સંદર્ભમાં કોર્પોરેટ અફેર્સની ભૂમિકા વધુ અસરકારક કેવી રીતે બનાવી શકાય તેના પર ભાર મૂક્યો હતો.
આ સંવાદમાં કોર્પોરેટ અફેર્સ ગ્રૂપમાંથી આશિષ દેસાઈ-નિરમા ગ્રૂપ, હર્ષદ બ્રહ્મભટ્ટ- ધીરુભાઈ અંબાણી યુનિવર્સિટી, જયેશ ગજ્જર- રીલાયન્સ ગ્રૂપ, દીપક અસરાની- ટોરેન્ટ ગ્રૂપ તથા નિર્મલસિંહ યાદવ- દિપક ગ્રૂપ દ્વારા વિવિધ કંપનીઓમાં કોર્પોરેટ અફેર્સની ભૂમિકા અને કાર્યો અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં આ ગ્રૂપની કાર્યપદ્ધતિ અને ભવિષ્યના કાર્યો માટે સ્વાગત પ્રવચનમાં કામેન્દુભાઈ જોશી – કામેન્દુ જોશી & એસોસિયેટ દ્વારા વિગતવાર માહિતી આપી હતી. આ કોન્ફરન્સનું સફળ આયોજન અને સંચાલન દશરથભાઈ પ્રજાપતિ અને યુવરાજસિંહ જાડેજા – વેલસ્પન ગ્રૂપ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની આભાર વિધિ અને એએમએ અંગેની માહિતી એઝિક્યુટિવ ડિરેક્ટર ઉન્મેશ દીક્ષિતે આપી હતી.
આ કાર્યક્રમમાં ગુજરાતની તમામ મોટી કંપનીઓના કોર્પોરેટ અફેર્સ, પબ્લિક રિલેશન તેમજ કોર્પોરેટ લાયઝનિંગ વિભાગમાં કાર્યરત 120થી વધુ કંપનીના અધિકારીઓ, નિવૃત્ત સરકારી અધિકારીઓ અને નામાંકિત કન્સલ્ટન્ટ્સ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રકારની કોન્ફરન્સ દેશમાં માત્ર દિલ્હી, કોલકાતા અને અમદાવાદમાં જ યોજાય છે. આ કાર્યક્રમમાં કંપનીઓને લગતી કોર્પોરેટ અફેર્સ, પબ્લિક રિલેશન્સ અને લાયઝનિંગ જેવી કામગીરી અંગે, કંપની અને સરકારના વિવિધ વિભાગો સાથેના સમન્વય સાથે કામગીરીની વિસ્તૃત ચર્ચા તેમજ અનુભવોનું આદાન-પ્રદાન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ આયોજન માં અમદાવાદ મેનેજમેન્ટ અસોસિએશન સંસ્થા તરફથી ખૂબ જ સહકાર મળ્યો હતો.










