સૌરાષ્ટ્રમાં દરરોજ એવરેજ ૬ કરોડની પાવરચોરી થાય છે : પીજીવીસીએલ

પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રમાં દરરોજ એવરેજ ૬ કરોડની પાવરચોરી થાય છે પરંતુ તેમાંથી માત્ર ૧ કરોડની પાવરચોરી જ પકડી શકાય છે. એટલે કે વર્ષે સૌરાષ્ટ્રમાં પાવરચોરીનો આ આકડો ૨ હજાર કરોડને પાર થાય છે જ્યારે વર્ષે કુલ અંદાજિત ૩૬૫ કરોડથી વધારે પાવરચોરી પકડી શકાય છે. પીજીવીસીએલમાં દર ૧% એટીએન્ડસી લોસને કારણે ૨૦૦ કરોડ જેવી માતબર રકમનું નુકસાન થાય છે. જો આ ખાધની રકમ પીજીવીસીએલને મળે તો જૂની થતી વીજ વિતરણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા જરૂરી ખર્ચ પીજીવીસીએલ કરી શકે.

પીજીવીસીએલના મેનેજિંગ ડિરેક્ટર વરુણકુમાર બરનવાલે સૌરાષ્ટ્રના ધારાસભ્યો, સાંસદો અને રાજ્યસભાના સભ્યને તેમના વિસ્તારમાં ક્યાં ક્યાં અને કેટલા ફિડરમાં વીજલોસ છે તેની વિગતો સાથેના પત્રો મોકલ્યા છે જેમાં સૌરાષ્ટ્રના ૫૫ ધારાસભ્યો, ૮ સાંસદો અને ૩ રાજ્યસભાના સભ્યો સહિત કુલ ૬૬ નેતાઓને ૩૩૦૦ જેટલા ફિડરોનો ડેટા મોકલ્યો છે જેમાં સૌથી વધુ પીજીવીસીએલને લોસ જઈ રહ્યો છે અને સહકાર મળે તેવી માંગણી પણ કરી છે.

વીજકંપની હેઠળ વિશાળ દરિયાકાંઠો આવે છે, જંગલો આવે છે, ગામડાંમાં ખેતીવાડીમાં, શહેરના સંવેદનશીલ રહેણાક વિસ્તારોમાં અને ઔદ્યોગિક એકમોમાં ખુબ વીજચોરી થઇ રહી છે. પરંતુ પીજીવીસીએલમાં હજુ પણ સ્ટાફની અછત હોવાને કારણે ટીમ તમામ જગ્યાએ ચેકિંગ માટે પહોંચી શકતી નથી.વીજગ્રાહક અને વિસ્તારની દ્દષ્ટિએ રાજ્યની સૌથી મોટી વીજકંપની ગણાતી પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ વીજલોસમાં પણ રાજ્યની ચારેય વીજકંપનીઓમાં સૌથી આગળ છે. વીજકંપની જે વીજળી ખરીદી કરે છે તેમાંથી હાલ ૧૬.૨૫% વીજળીનો વ્યય થઇ જાય છે એટલે કે પીજીવીસીએલ દ્વારા ખરીદ થતી રૂ.૧૦૦ની વીજળીમાંથી ૮૪ યુનિટનું જ ચૂકવણું વીજકંપનીને થાય છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news