Sabaramati River Pollution Case: ટ્રીટ કરાયેલા પ્રદૂષિત પાણીમાં રહેલ કલર નોનબાયોડિગ્રેડેબલ હોય તો તે આપણા શરીરને નુક્શાન કરે જ છેઃ હાઈકોર્ટ

  • ભૂગર્ભજળ બદલે ઇન્ડસ્ટ્રીને તેણે જ ટ્રીટ કરેલું પાણી કેમ પરત આપવામાં નથી આવતું? – હાઈકોર્ટ
  • ઉદ્યોગોને ટ્રીટ કરાયેલ પાણી પરત આપવા પર હજુ કોઈ અભ્યાસ થયો નથીઃ જીપીસીબી
  • સાબરમતીમાં પ્રદૂષણને આપણે નહી ટાળી શકીએ તો ખૂબ જ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છેઃ હાઈકોર્ટ
  • અમદાવાદમાં કાર્યરત 7 સીઈટીપીમાંથી 6 સીઈટીપીમાં ઓટો સેમ્પલિંગ સિસ્ટમથી લેવાય છે સેમ્પલ

અમદાવાદઃ સાબરમતી નદી પ્રદૂષણને લઈને કરાયેલી સુઓમોટોમાં શુક્રવારે ગુજરાત હાઈકોર્ટમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ વૈભવી નાણાવટીની બેન્ચ સમક્ષ આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી. વિશાલા બ્રિજ પાસે સાબરમતી નદીમાં પ્રદૂષણનો વિડિયો સામે આવ્યો હતો, તે વિડિયોના આધારે તાત્કાલિક સુનાવણીમાં એએમસી, જીપીસીબીનો કોર્ટે ઉધડો લીધા બાદ આજે શુક્રવારે વધુ સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

ગત સુનાવણીમાં વિડિયો પ્રમાણે સાબરમતી નદીમાં નાળામાંથી કેમિકલયુક્ત પાણીનો ધોધ વહી રહેલો જોવા મળ્યો હોય આ સંદર્ભે આ પાણીના સેમ્પલની ચકાસણી કરવામાં બાબતે જણાવાયું હતુ. જે સંદર્ભે આજની સુનાવણી દરમિયાન જોઈન્ટ ટાસ્ક ફોર્સ અને ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી) દ્વારા તપાસ કરાતા આ નાળામાંથી ટોટલ ડીસોલ્વ સોલિડ એટલે કે ટીડીએસ અને કલરની માત્રા વધુ જણાઈ આવી હતી. જ્યારે સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (એસટીપી) દ્વારા ટ્રીટ કરાવામાં આવેલું પાણી તેના કરતા વધુ ખરાબ હતું. ટીડીએસની માત્રા નિયમોને આધિન 1500ની બદલે 3900 જેટલી જણાઈ આવી હતી.

ટ્રીટ કરાયેલ પાણીમાં નદીમાં છોડવામાં આવે ત્યારે તેમાં સીઓડીની માત્રા નિયમોને આધિન હોય, પરંતુ ટ્રીટ કરવામાં આવેલ પાણી ભલે કલર વાળુ હોય તેના કોઈ ફરક પડતો નથી, તેમ હાઈકોર્ટને જણાવાતા હાઈકોર્ટે કહ્યું હતુ કે આ પાણીમાં રહેલ કલર નોનબાયોડિગ્રેડેબલ હોય તો તે આપણા શરીરને નુક્શાન કરે જ છે. આ પાણી ખેડૂતો દ્વારા શાકભાજી અને અનાજની ખેતીમાં ઉપયોગમાં લેવામાં આવતુ હોય છે અને તે આપણા સુધી પહોંચે છે. તે લોકોના સ્વાસ્થ્ય માટે કેન્સર, આર્થરાઈટીસ સહિત અનેક ગંભીર બિમારીઓને આમંત્રણ આપી શકે છે.

જીપીસીબી દ્વારા હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતુ કે જીપીસીબી દ્વારા અમદાવાદના 7 સીઈટીપીમાંથી 6માં ઓનલાઈન મોનેટરિંગ સિસ્ટમથી સેમ્પલ ટેસ્ટિંગ કરવામાં આવે છે. ઓટો સેમ્પલિંગ સિસ્ટમથી દર કલાકે સેમ્પલ લેવામાં આવે છે, સમગ્ર દિવસ દરમિયાન કુલ 24 સેમ્પલ લેવામાં આવે છે, જે જનરેટ થયા બાદ ઓનલાઇન પોર્ટલ પર જાય છે. આ ઉપરાંત ફિજિકલ સેમ્પલ પણ લેવામાં આવે છે. ફિજિકલ સેમ્પલ દર આંતરા દિવસે લેવામાં આવે છે અને બાદમાં તેને લેબમાં ટેસ્ટિંગ માટે મોકલવામાં આવે છે.

આ સુનાવણી દરમિયાન હાઈકોર્ટે જીપીસીબીને જણાવ્યું હતુ કે ઉદ્યોગોને ઔદ્યોગિક વપરાશ માટે ભૂગર્ભજળ આપવામાં આવે છે. તો શા માટે તેમના દ્વારા કારયેલ ટ્રીટ કરાયેલ ઓદ્યોગિક પ્રદૂષિત પાણીને તેમને પરત આપવામાં આવતુ નથી. જોકે, આ મુદ્દે હજુ સુધી કોઈ વિચાર કે અભ્યાસ ન થયો હોવાનું જીપીસીબીએ જણાવ્યું હતુ.

આ ઉપરાંત, ઉદ્યોગોમાંથી નીકળતા ઝીરો ડિસ્ચાર્જની જરૂરિયાતનો પુનઃઉલ્લેખ કર્યો હતો. ડીપ સી યોજનાના પ્રસ્તાવને હાઈકોર્ટ વચ્ચે જ અટકાવી દીધો હતો અને જમાવ્યું હતુ કે આ કોર્ટે આ વિચારને પહેલાથી જ ફગાવી દીધો છે. હાઈકોર્ટે જણાવ્યું કે સમુદ્ર વિશાળ હોવાથી તમે કંઇપણ કરી શકો છો? સમુદ્ર અને ડીપ સીનું આપણા દ્વારા શોષણ કરવામાં આવે છે. હાઈકોર્ટ જણાવ્યું હતુ કે આપણી પાસે સમય નથી, જો આપણે પ્રદૂષણને ડામી નહી શકીએ તો ખૂબ જ ગંભીર સ્થિતિ સર્જાઈ શકે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news