રશિયા દુનિયાનો સૌથી બદનામ દેશ બન્યો

રશિયાને  દુનિયાની અર્થવ્યવસ્થાનો મજબૂત પિલર ગણવામાં આવે છે. રશિયા દુનિયાની બીજા નંબરની મહાસત્તા છે. તો રશિયા પાસે બીજા નંબરની સૌથી ખતરનાક સેના માનવામાં આવે છે. પરંતુ કહેવત છે કે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ. અને આવું જ કંઈક થયું રશિયા સાથે. રાષ્ટ્રપતિ વ્લાદીમીર પુતિન જિદે ચડ્યા અને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી. પરંતુ આ શું ૧૪-૧૪ દિવસ છતાં પણ હજુ યુદ્ધનો અંત આવ્યો નથી. જેના કારણે રશિયા પાસે રહેલા તમામ સન્માન છીનવાઈ રહ્યા છે.  તમામ દેશ અને સંગઠન પ્રતિબંધ લગાવી રહ્યા છે. અને તેના નામે નોંધાઈ ગયો છે અનોખો રેકોર્ડ. રશિયા સામે દુનિયાનો કોઈ દેશ આંખ ઉંચી કરવાની હિંમત કરતો ન હતો. પરંતુ યુક્રેન સામેના યુદ્ધના કારણે આખી દુનિયામાં તેની પુતિનની ફજેતી થઈ રહી છે. તેની વચ્ચે બ્લુમબર્ગના રિપોર્ટ પ્રમાણે અમેરિકા અને યુરોપિયન યુનિયને રશિયા પર ૨૭૭૮ નવા પ્રતિબંધ લગાવ્યા છે. તેની સાથે રશિયા પર હવે ૫૫૩૦ પ્રતિબંધ લાગી ચૂક્યા છે અને રશિયાએ આ મામલે ઈરાન અને નોર્થ કોરિયાને પણ પાછળ છોડી દીધા છે.

રશિયા પર ૨૭૫૪ પ્રતિબંધ ૨૨ ફેબ્રુઆરી પહેલાં હતા ૨૨ ફેબ્રુઆરીથી લઈ અત્યાર સુધી ૨૭૭૮ નવા પ્રતિબંધ લાગ્યા રશિયા પર સૌથી વધારે સ્વિત્ઝરલેન્ડે ૫૬૮ પ્રતિબંધ લગાવ્યા તેના પછી યૂરોપિયન યુનિયને ૫૧૮ પ્રતિબંધ લગાવ્યા ફ્રાંસે રશિયા પર ૫૧૨ નવા પ્રતિબંધ લગાવ્યા જ્યારે અમેરિકાએ અત્યાર સુધી ૨૪૩ પ્રતિબંધ લગાવ્યા આ પહેલાં ઈરાન પર છેલ્લાં ૧૦ વર્ષમાં ૩૬૧૬ પ્રતિબંધ લાગ્યા હતા જ્યારે સિરીયા પર ૨૬૦૮ અને નોર્થ કોરિયા પર ૨૦૭૭ પ્રતિબંધ છે  જોકે હવે રશિયા પર માત્ર ૧૦ દિવસમાં એટલા પ્રતિબંધ લાગ્યા કે તમામ રેકોર્ડ તૂટી ગયા અને સુપરપાવર દેશ સૌથી વધારે પ્રતિબંધમાં નંબર વન દેશ બની ગયો. એક યુદ્ધના કારણે રશિયાની અર્થવ્યવસ્થા ડામાડોળ થવા લાગી છે. પરંતુ પુતિનને તેની કોઈ ચિંતા નથી… ત્રણ દેશના નેતાઓએ ૯ કલાક સુધી વાતચીત કરીને સમજાવ્યા છતાં પણ પુતિન યુદ્ધ સમાપ્ત કરવા તૈયાર નથી. ત્યારે પુતિન માટે વિનાશ કાળે વિપરીત બુદ્ધિ કહેવત એકદમ સાર્થક સાબિત થઈ રહી છે.

યુદ્ધ વિનાશ નોતરે તે કહેવત રશિયા અને યુક્રેનના યુદ્ધમાં એકદમ સટીક સાબિત થઈ રહી છે. કેમ કે યુદ્ધના કારણે યુક્રેન તો તહેસ-નહેસ થઈ રહ્યું છે.  પરંતુ સુપરપાવર રશિયાની અર્થવ્યવસ્થા પણ કડડભૂસ થવા લાગી છે. તેની વચ્ચે રશિયાએ ના પસંદ હોય તેવો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે. અને તે છે દુનિયામાં સૌથી વધારે પ્રતિબંધ સહન કરનારા દેશનું બિરુદ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news