રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશેઃ હવામાન વિભાગ
- ગુજરાત પર કમોસમી વરસાદ અને વાવાઝોડાનો ખતરો, ગાજવીજ સાથે વરસાદ વરસી શકે
રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે અંબાલાલ પટેલ
અમદાવાદ: રાજ્યમાં વરસાદે હજુ વિરામ લીધો નથી. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં હવે વાવાઝોડુ આવવાની શક્યતા વર્તાઈ રહી છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ રાજ્યમાં આગામી બે દિવસ વરસાદી માહોલ રહેશે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલને જણાવ્યા મુજબ મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં પણ વરસાદ વરસી શકે છ. ગાજવીજ સાથે ભારે વરસાદ વરસી શકે છે.
રાજ્યમાં વાવાઝોડાને લઈ પણ અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. ૧૪ થી ૨૨ ઓક્ટોબર સુધીમાં વાવાઝોડાના એંધાણ છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં ૧૪ થી ૨૨ ઓક્ટોબર દરમિયાન વાવાઝોડુ થવાના એંધાણ છે. બંગાળની ખાડીની સિસ્ટમ અને અરબી સમુદ્રની સિસ્ટમ મર્જ થઈ શકે છે. બંને સિસ્ટમ મર્જ થતા વાવાઝોડુ નિર્માણ પામી શકે છે.
નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદે તોફાની બેટીંગથી ખેલૈયાઓની મજા બગડશે
હવામાન વિભાગની અને અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામ્યો છે. નવરાત્રીના અંતિમ દિવસોમાં વરસાદે તોફાની બેટીંગ કરતા ખેલૈયાઓની મજા બગડી ગઈ છે અને ગરબા આયોજકોની ચિંતા વધી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં હજુ ચાર દિવસ વરસાદી માહોલ રહેશે. સૌરાષ્ટ્રની વાત કરીએ ભાવનગરના મહુવાના ગ્રામ્ય વિસ્તાર ઊંચા કોટડા અને નીચા કોટડાના ગામોમાં વરસાદ પડ્યો.
આ તરફ અમરેલીના ખાંભા શહેર તેમજ ગામ્ય વિસ્તાર નાનુડી, ભાડ, ઇંગોરાળા વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. પવન અને વીજળીના કડાકા સાથે ધોધમાર વરસાદ વરસતા હવે ગરબાની મજા બગડી છે. જાફરાબાદ શહેરમાં ભારે પવન સાથે વરસાદ પડતા બજારોમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ગયા છે. રાજુલાના નાગેશ્રી, મીઠાપુર, બાલાનીવાવ, ભટવદરમાં પણ વરસાદે બેટિંગ કરી હતી. ગીર સોમનાથના કોડીનારમાં અડધો કલાકમાં બે ઈંચથી વધુ વરસાદ પડતા રસ્તાઓ પર વરસાદી પાણી ભરાયા. રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી રહ્યો છે. નવરાત્રિ દરમિયાન આવેલા વરસાદે ખેલૈયાઓની મજા જરૂર બગાડી મુકી છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ચાર દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદ પડી શકે છે. આગામી ૪૮ કલાક એટલે દશેરા સુધી ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. જે બાદ જ વરસાદની રાહત મળવાની શકયતાઓ છે. દક્ષિણ ગુજરાત કરતા સૌરાષ્ટÙમાં હાલ વરસાદનું જોર વધુ જોવા મળી રહ્યો છે. અનેક જિલ્લાઓમાં બેથી ૩ ઇંચ વરસાદ પડ્યો છે. આ વરસાદ ધરતીપુત્રોની મુશ્કેલી વધારી શકે છે.