પર્યાવરણની સુરક્ષા દરેકની જવાબદારીઃ વડાપ્રધાન મોદી
વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે વિશેષ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે પર્યાવરણ જાળવણીને લઈને સંદેશ આપ્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ સિંગલ યુઝ પ્લાસ્ટિક પર પ્રતિબંધ મૂકવા અને પર્યાવરણની સુરક્ષા માટે પગલાં લેવાનું પણ આહ્વાન કર્યું હતું. આ સાથે જ તેમણે યાદ અપાવ્યું કે પર્યાવરણની સુરક્ષા એ દરેકની જવાબદારી છે. આ દરમિયાન ભારતે આ વર્ષે ‘માય ઈન્ડિયા માય લાઈફ ગોલ્સ’ નામથી એક પર્યાવરણીય આંદોલન શરૂ કર્યું છે.
આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે કરવામાં આવેલ આ આંદોલન જીવનશૈલીના એક ભાગ તરીકે પર્યાવરણનું પ્રતિનિધિત્ત્વ કરે છે. તેને પર્યાવરણ આંદોલન માટે લાઈફસ્ટાઈલ નામ આપવામાં આવ્યું હતું. આંદોલનનો ઉદ્દેશ્ય દેશના લોકોમાં જાગૃતિ લાવવાનો અને તેમને પર્યાવરણ સંરક્ષણનો ભાગ બનાવવાનો છે.