જી.ડી.એમ.એના સભ્યોને 2018-19માં ઉત્તમ કામગીરી બદલ એવોર્ડથી સમ્માનિત કરાયા
અમદાવાદ : અમદાવાદ ખાતે વર્ષ 2018-19માં નિકાસ અને સ્થાનિક વેચાણમાં ઉત્તમ કામગીરી બદલ જીડીએમએ દ્વારા એવોર્ડ આપી સમ્માનિત કરવામાં આવ્યા છે. તારીખ 3 સપ્ટેમ્બરના રોજ શહેરની રાજપથ ક્લબ ખાતેના ડાયમંડ હોલ ખાતે મળેલી જીડીએમએની 59 વાર્ષિક સાધારણ સભામાં યોજાઇ હતી. જ્યાં 2018-19માં નિકાસ અને સ્થાનિક વેચાણમાં ઉત્તમ કામગીરી બદલ 53 સભ્યોને સમ્માનિત કરવામાં આવ્યા હતા.
આયોજિત કાર્યક્રમમાં મુખ્ય અતિથી જે. રંજીત કુમાર, આઇ.એ.એસ, MSME કમિશનર તથા અતિથી વિશેષ જયંતીભાઈ પટેલ, ચેરમેન એન્ડ મેનેજીંગ ડીરેક્ટર મેઘમણી ઓર્ગેનિક્સ લિમિટેડ ઉપસ્થિત રહ્યાં હતા. આ તમામના વરદ હસ્તે 53 લોકોને એવોર્ડ્સ, ટ્રોફી તથા સર્ટીફીકેટ ઓફ મેરીટ એનાયત કરી સમ્માનિત કરવામાં આવ્યા હતા.
“હું તમામ એવોર્ડ વિજેતાઓને અભિનંદન આપું છું અને આશા કરૂં છું કે આવનાર ભવિષ્યમાં પણ તે ખૂબ જ પ્રગતિ કરે અને દેશ અને સમાજ માટે કાર્યરત રહે.” તેમ જણાવતા જીડીએમએના પ્રમુખ રમેશભાઈ પટેલે આનંદ વ્યક્ત કરતા વધુમાં જણાવ્યું કે હું અમારા એસોસીએશનના તમામ સભ્યોને આ જ દિશામાં કાર્યરત રહી નિકાસ અને સ્થાનિક વેચાણમાં પ્રગતિ કરી રાજ્ય, દેશ અને આપણા એસોસીએશનનું નામ રોશન કરે તેવી શુભેચ્છા પાઠવું છું.