Paryavaran Today Breaking: દહેજ સેઝ-1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ, એક કામદારનું મોત
ભરૂચઃ દહેજ જીઆઈડીસીમાં આવેલી એક કંપનીમાં બ્લાસ્ટ થવાના સમાચાર પ્રાપ્ત થઇ રહ્યાં છે. દહેજ સેઝ -1માં આવેલી પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટ થયાની માહિતી પ્રાપ્ત થઇ રહી છે. પ્રજ્ઞા ફાર્મા કંપનીમાં બ્લાસ્ટની ઘટનાથી દોડધામ મચી જવા પામી હતી. બ્લાસ્ટ કેવી રીતે થયો તે ઘટના વિશે કોઇ માહિતી હાલ પ્રાપ્ત થઇ નથી.
મળતી માહિતી પ્રમાણે બ્લાસ્ટ થવાની આ ઘટનામાં એક કામદારનું મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે, તો 2 જેટલા કામદારોને દાઝી જતા ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે લઇ જવામાં આવ્યા છે. ઘટનાને લઇને જવાબદાર તંત્ર દ્વારા તપાસની દિશામાં કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે.