પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા, અત્યાર સુધીમાં ૯ લોકોના મોત અને ૧૦૦થી વધુ ઘાયલ થયા

ભારતના પાડોશી દેશ પાકિસ્તાનમાં પણ મોડી રાતે ભૂકંપના આંચકા અનુભવાયા. આ ભૂકંપમાં મૃત્યુઆંક અત્યાર સુધીમાં ૯ પર પહોંચી ગયો છે. જ્યારે ૧૦૦થી વધુ લોકો ઘાયલ થયા છે. જો કે આ આંકડો વધવાની આશંકા વ્યક્ત કરાઈ રહી છે.

રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૬.૮ની નોંધાઈ. પાકિસ્તાનના લાહોર, ઈસ્લામાબાદ, રાવલપિંડી, પેશાવર, ક્વેટા, કોહાટ, લક્કી મરવાત, સહિત દેશના અનેક ભાગોમાં ભૂકંપના આંચકા અનુભવાયા. સ્વાસ્થ્ય મંત્રી અબ્દુલ કાદર પટેલે હોસ્પિટલોમાં ઈમરજન્સી જાહેર કરી છે.

યુએસ જિયોલોજિકલ સર્વેના જણાવ્યાં મુજબ રાજધાની દિલ્હી સહિત ભારત અને અફઘાનિસ્તાનના અનેક ભાગમાં પણ ભૂકંપના ઝટકા અનુભવાયા છે. ભૂકંપનું કેન્દ્ર અફઘાનિસ્તાનનું હિન્દુકુશ ક્ષેત્ર હતું. રિપોર્ટ્‌સ મુજબ પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં એક ઘરની દીવાલ પડવાથી એક જ પરિવારના પાંચ સભ્યો ઘાયલ તા. પાકિસ્તાનના કેટલાક ભાગોમાં આંચકા એટલા શક્તિશાળી હતા કે લોકો દહેશતમાં ઘરની બહાર નીકળી ગયા.

પાકિસ્તાનના પેશાવર, સ્વાબી, લોધરાન, ડીજી ખાન, બહાવલપુર, કોહાટ, ટોબા ટેક સિંહ, નૌશેરા, અને ખાનેવાલમાં પણ આફ્ટરશોક મહેસૂસ થયા. અત્રે જણાવવાનુંકે મંગળવારે મોડી રાતે પાકિસ્તાન ઉપરાંત ભારત, અફઘાનિસ્તાન, તુર્કમેનિસ્તાન, કઝાકિસ્તાન, તઝાકિસ્તાન, ઉઝ્‌બેકિસ્તાન, ચીન અને કિર્ગિસ્તાનમાં પણ ભૂકંપના ઝટકા મહેસૂસ થયા.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news