“એડવાન્સિંગ ક્લાઇમેટ એક્શન અંડર મોન્ટ્રીયલ પ્રોટોકોલ” પર ધ્યાન કેન્દ્રિત કરીને ઓઝોન દિવસ 2024ની ઉજવણી કરાઈ

ગાંધીનગરઃ 19 સપ્ટેમ્બર 2024ના રોજ, ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ (જીપીસીબી), સેન્ટર ફોર એન્વાયર્નમેન્ટ એજ્યુકેશન (સીઇઇ), ઈન્ડિયન મેટોરોલોજીકલ સોસાયટી (અમદાવાદ ચેપ્ટર) અને ગુજરાત ક્લીનર પ્રોડક્શન સેન્ટર (જીસીપીસી)ના સહયોગથી ” એડવાન્સિંગ ક્લાઇમેટ એક્શન અંડર મોન્ટ્રીયલ પ્રોટોકોલ”ની થીમ હેઠળ ઓઝોન દિવસ 2024ની ઉજવણી માટે એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નેચરલ રિસોર્સ ડિફેન્સ કાઉન્સિલ (એનઆરડીસી) અને ISHRAE (અમદાવાદ ચેપ્ટર) દ્વારા સમર્થિત આ કાર્યક્રમ જીપીસીબી ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.

આબોહવા-અનુકૂળ પ્રથાઓને પ્રોત્સાહન આપવા અને ઓઝોન અવક્ષય પરની ચર્ચાનો ઉદ્દેશ્ય ધરાવતો આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે પર્યાવરણ અને વન વિભાગના અગ્ર સચિવ સંજીવ કુમાર (આઈએએસ) ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીપીસીબીના અધ્યક્ષ તેમજ જીસીપીસી અને આઇએમએસએના વરિષ્ઠ અધિકારીઓ સહિત અનેક મહાનુભાવો અને 300થી વધુ ઉદ્યોગ અને શૈક્ષણિક હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમના ભાગરૂપે મુખ્ય અતિથિ સંજીવ કુમાર દ્વારા ટકાઉ પર્યાવરણીય પ્રથાઓ માટે પ્રતિબદ્ધ સંસ્થાઓને માન્યતા આપતી ગુજરાત ક્લીનર પ્રોડક્શન એવોર્ડ્સ એનાયત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, નિષ્ણાતો દ્વારા પ્રસંગને અનુરૂપ માહિતીપ્રદ જાણકારી પૂરી પાડવામાં આવી હતી, જેમાં ઈસરોના સ્પેસ એપ્લીકેશન સેન્ટરના ડૉ. સુશીલ કુમાર સિંઘે “ક્રિઓસ્ફેરિક ધ્રુવોના અવકાશ-આધારિત અવલોકનો: આબોહવા પરિવર્તન પરિપ્રેક્ષ્ય” વિશે ચર્ચા કરી, જ્યારે IITRAMના ડૉ. દિલીપ કુમાર ગુપ્તાએ પર્યાવરણને અનુકૂળ રેફ્રિજન્ટ તરીકે સીઓ2ની ભૂમિકા પર ભાર મૂક્યો.

કાર્યક્રમમાં પેનલ ડિસ્કશન પણ આયોજિત કરવામાં આવી હતી, જેમાં ઉદ્યોગ જગતના આગેવાનોએ આબોહવા-અનુકૂળ ઉત્પાદનને વધારવા, હાઇડ્રોફ્લોરોકાર્બન (એચએફસી) ઘટાડવા અને ઊર્જા કાર્યક્ષમતા વધારવામાં નવીનતાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવા પર માહિતી પૂરી પાડી હતી.

પર્યાવરણ સંરક્ષણ માટેની પ્રતિબદ્ધતાની પુનઃ પુષ્ટિ કરવા માટે ઓઝોન દિવસની ઉજવણીનું સમાપન ઓઝોન પ્રતિજ્ઞા સાથે થયું હતુ.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news