અમેરિકાના ટેક્સાસમાં હાઈવે પર એક સાથે ૧૦૦થી વધુ વાહનો અથડાયા, ૬નાં મોત
અમેરિકાના ટેક્સાસમાં એક હાઈવે પર ભયાનક દુર્ઘટના ઘટી. અહીં વરસાદના કારણે રસ્તા પર ઓછામાં ઓછા ૧૦૦ વાહનોનો એકસાથે અકસ્માત થઈ ગયો. આ ઘટનામાં ઓછામાં ઓચા ૬ લોકોના મોત થઈ ગયા અને ડઝનથી વધારે લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાઈ રહ્યું છે. આ દુર્ધટના ગુરુવારે સવારે ફોર્ટ વર્થમાં ઈન્ટરેસ્ટ ૩૫ વેસ્ટ પર બની જ્યાં સતત વરસાદ પડી રહ્યો હતો અને ઠંડીના કારણે રોડ પર પાણી બરફની જેમ જમી જતા હાઈવે લપસણો બની ગયો હતો એવામાં લોકોનું ટ્રાવેલ કરવું ખતરનાક બની ગયું હતું. આશંકા દર્શાવાઈ રહી છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.
ફોર્ટ વર્થ ફાયર ડિપાર્ટમેન્ટમાં દુર્ઘટનાથી મોટી સંખ્યામાં લોકોના ઈજાગ્રસ્ત થવાની વાત સામે આવી રહી છે. જાણકારી મુજબ, દુર્ઘટના સ્થળ પર જ્યારે સ્થાનિક લોકો પહોંચ્યો તો ઈજાગ્રસ્ત લોકોને બહાર કાઢવા તેમની પહોંચની બહાર થઈ ગયું હતું. રસ્તો એટલો વધારે લપસણો હતો કે તેઓ લોકોને બહાર નહોતા કાઢી શકતા. બાદમાં રાહત અને બચાવકાર્ય માટે હાઈવેને બંધ કરી દેવામાં આવ્યો. અહીં તાપમાનનો પારો એટલો નીચે હતો કે ફસાયેલા લોકોને જલ્દીથી જલ્દી વાહનોમાંથી બહાર કાઢવા જરૂરી હતી.
સ્થાનિક મીડિયા મુજબ, ઓછામાં ઓછા ૧૦૦ વાહનોનો અકસ્માત થયો છે. જેમાં ઘણા બધા સેમી-ટ્રેક્ટર ટ્રેલર હતા. પોલીસ મુજબ, ફોર્ટ વર્થના રિવરસાઈડ કોમ્યુનિટી સેન્ટરમાં એક રીયુનિફિકેશન મીટિંગ પોઈન્ટ શરૂ કરાઈ છે. દુર્ધટનાની તસવીરોમાં જોઈ શકાય છે કે એક બાદ એક વાહનો ઉપર ચઢી ગયા છે. દુર્ધટનાની ગંભીરતનો અંદાજ આ વાતથી લગાવી શકાય છે કે ઘણી ગાડીઓની ટક્કર સામ સામે થઈ હતી, એટલે કે વાહનો લપસીને સંપૂર્ણ રીતે ફરી ગયા હતા.
ઘટનાસ્થળની પાછળ ટ્રાફિક ૮ માઈલ સુધી વધારે જામ થઈ ગયો. પ્રશાસને વાહનોની બીજા રસ્તે ડાઈવર્ટ કર્યા. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ઘટના સમયે વરસાદ થઈ રહ્યો હતો પરંતુ તપમાન ખૂબ ઓછું હતું અને વરસાદનું રસ્તા પર જમીને બરફ બની જતા હાઈવે લપસણો થઈ ગયો હતો. એવામાં વાહન ચાલકોએ વાહન પરથી કાબૂ ગુમાવી દેતા એક બાદ એક ધડાધડ ૧૦૦ જેટલા વાહનો અથડાયા હતા.