કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય અનુરૂપ રોજગારીની સુરેન્દ્રનગરની આઈ.ટી.આઈ-મુળી તેમજ તાપીની આઈ.ટી.આઈ-કુકરમુંડાના નવનિર્મિત ભવનનું વર્ચ્યુઅલ લોકાર્પણ કરતા શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂતપૂરતી તકો પૂરી પાડવાનો ગુજરાત સરકારનો દ્રઢ સંકલ્પ: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત
- કૌશલ્ય નિર્માણ અને કૌશલ્ય અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવાનો ગુજરાત સરકારનો દ્રઢ સંકલ્પ: શ્રમ અને રોજગાર મંત્રી બલવંતસિંહ રાજપૂત
- રૂ. ૧૬ કરોડથી વધુના ખર્ચે નવનિર્મિત બંને આઈ.ટી.આઈમાં મળી કુલ ૪૦૦ બેઠકોનો વધારો કરાયો; આઈ.ટી.આઈ- મુળીમાં ૨૪૦ બેઠકોનો વધારો
- કુકરમુંડા ખાતે રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ અને મુળી ખાતે વિધાનસભાના નાયબ દંડક જગદીશભાઈ મકવાણાની પ્રેરક ઉપસ્થિતિ
મંત્રી બલવંતસિંહ રાજપૂતે વિદ્યાર્થીઓનું ઉત્સાહવર્ધન કરતા જણાવ્યું હતું કે, ગુજરાતના વિદ્યાર્થીઓના કૌશલ્ય નિર્માણ તેમજ તે કૌશલ્યના અનુરૂપ રોજગારીની પૂરતી તકો પૂરી પાડવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારનો દ્રઢ સંકલ્પ છે. આજે લોકાર્પણ થયેલા નવીન આઈ.ટી.આઈ ભવનોને મળીને ગુજરાત સરકારે ગત બે વર્ષમાં ૧૧ અદ્યતન આઈ.ટી.આઈ ભવનનું નિર્માણ કર્યું છે. એટલું જ નહિ, રાજ્યના વધુમાં-વધુ વિદ્યાર્થીઓને પ્રવેશ આપી તાલીમબદ્ધ કરી શકાય તે માટે આઈ.ટી.આઈની બેઠકોમાં પણ વધારો કર્યો છે.
ઔદ્યોગિક રીતે વિકસિત ગુજરાત રાજ્યને કુશળ માનવબળની પણ જરૂરિયાત ઊભી થઈ છે તે સંજોગોમાં આવા યુવાનોને કૌશલ્યલક્ષી તાલીમ મળી રહે અને રાજયના દરેક તાલુકામાં રાજય સરકાર દ્વારા ઔદ્યોગીક તાલીમ સંસ્થાઓની સ્થાપના કરવામાં આવેલ છે જેમાં આધુનિક મશીનરી દ્વારા અને અગ્રણી ઉદ્યોગગૃહોના ઘનિષ્ઠ સહયોગથી યુવાનોને તાલીમ આપી ઉદ્યોગોની જરૂરીયાત મુજબનું માનવબળ પૂરું પાડવામાં આવી રહ્યું છે. કૌશલ્યની તાલીમ વધવાની સાથે સમગ્ર ભારતમાં ગુજરાત રોજગારી આપવામાં નંબર વન રાજ્ય બન્યું છે.
આજનો યુવાન મેક ઈન ઈન્ડીયા, સ્કિલ ઈન્ડીયા, ડીજીટલ ઈન્ડીયા જેવા સરકારશ્રીના મહત્વાકાંક્ષી મિશન સાથે ખભે ખભો મીલાવી ચાલી શકે તેમજ આત્મનિર્ભર બની સ્વરોજગારી મેળવી શકે તે માટે રાજ્યની આઈ.ટી.આઈ.ઓ દ્વારા તેને અનુરૂપ અભ્યાસક્રમો અને જૂદી-જૂદી સ્કીમો ચલાવવામાં આવી રહેલ છે જે માન. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સ્કીલ ઈન્ડીયાના સ્વપ્નને ચોક્ક્સથી સાકાર કરશે.