કાંકરિયા – મણિનગર – ભુલાભાઈ પાર્ક નાગરિક સમિતિ દ્વારા અમદાવાદના પનોતા પુત્રોનો અભિવાદન સમારોહ યોજાયો
અમદાવાદઃ કાંકરિયા – મણિનગર – ભુલાભાઈ પાર્ક નાગરિક સમિતિ દ્વારા અમદાવાદના પનોતા પુત્રોને સમ્માનિત કરવા માટે અભિવાદન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમ કાંકરિયા ખાતે આવેલા બળવંતરાય ઠાકોર મ્યુનસિપલ કોમ્યુનિટી હોલ ખાતે રવિવારે સાંજે આયોજિત કરવામાં આવ્યો હતો.
આ અભિવાદન સમારોહમાં શ્રી જગ્ગનાથજી મંદિરના મેનેજિંગ ટ્રસ્ટી મહેન્દ્રભાઈ વી. જ્હા, જાણીતા આઈ સર્જન ડૉ. પરમિલભાઈ એમ. દેસાઈ અને વિવાન ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મેનેજિંગ ડાયરેક્ટર તેજસભાઈ છનાલાલ જોશીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં આ ત્રણેય અગ્રણીઓને તેમની દીર્ઘ કારકિર્દી સામાજિક શ્રેત્રે તેમના યોગદાન તથા અવિરત સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવવામાં આવ્યા હતા.
આ પ્રસંગે ત્રણેય સમ્માનિત મહાનુભાવોના સામાજિક ક્ષેત્રે અવિરત પ્રવૃત્તિઓ થકી આપેલા યોગદાન પર પ્રકાશ પાડી તેમના કાર્યોને બિરદાવવામાં આવ્યા હતા.
આ અભિવાદન સમારોહમાં રાજપૂત વિદ્યાસભા – ગુજરાતના પ્રમુખ અશ્વિનસિંહ સરવૈયા, મેક્નો ટેકના અરૂણભાઈ ભટ્ટ, ક્લાસિક બિલ્ડર્સના બરકતભાઈ, જયમીનભાઈ પરીખ, આનંદ ઠક્કર, જીકુભાઈ મહેતા, અરૂણભાઈ પટેલ, અસીત મહેતા, ડૉ. મેહુલ શાહ, તરૂણભાઈ શાહ, રાજુ બ્રહ્મભટ્ટ, કેતન પાયઘોડે, યોગેશભાઈ પરીખ, મિહીર શાહ, વિપુલ શાહ, દિપેશ શાહ, ચિરાયુ શાહ, હિમાંશુભાઈ દવે, મોહસીન બુખારી સહિત કાંકરિયા – મણિનગર – ભુલાભાઈ પાર્ક નાગરિક સમિતિના હોદ્દેદારો, સભ્યો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યાં હતા.