ઔદ્યોગિક અકસ્માતઃ ભાવનગર જિલ્લામાં સ્ટીલ ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ, બેના મોત, એક ઘાયલ
ભાવનગર: ભાવનગર જિલ્લામાં સર્જાયેલા એક ઔદ્યોગિક અકસ્માત કરૂણ અકસ્માતમાં પરિવર્તિત થયો છે. ભાવનગર જિલ્લામાં આવેલી એક સ્ટીલ ફેક્ટરીમાં બોઈલરમાં વિસ્ફોટ થયો હતો, જેમાં બે લોકોના મોત થવા પામ્યા હતા, જ્યારે એક વ્યક્તિ ઘાયલ થવા પામી છે.
વિગત પ્રમાણે, ભાલનગર જિલ્લામાં આવેલી વેગા એલોય સ્ટીલ ફેક્ટરીમાં બોઈલર વિસ્ફોટમાં બે લોકોના મોત થયા હતા, જ્યારે અન્ય એક ઘાયલ થયો હતો. મૃતકોની ઓળખ લાલબાબુ તિવારી અને હરેન્દ્ર માંઝી તરીકે થઈ છે, બંને બિહારના રહેવાસી છે. ભાવનગરની સર ટી હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. ઘાયલની ઓળખ પ્રહલાદ પ્રસાદ તરીકે થઈ છે જેની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. અધિકારીઓએ જણાવ્યું કે આ મામલાની તપાસ ચાલી રહી છે.