ભારત સરકારે પાકિસ્તાનમાં ઈમરાન ખાન પર હુમલા બાદ આપી પ્રતિક્રિયા

પાકિસ્તાનના વઝીરાબાદમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈમરાન ખાન પર જીવલેણ હુમલા બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું કે, જે ઘટના હાલમાં થઈ છે, તેના પર અમે ઝીણવટપૂર્વક નજર રાખી રહ્યા છીએ. તેમણે કહ્યું કે, અમે આ ઘટનાક્રમ પર આગળ પણ નજર રાખતા રહીશું. તેની સાથે જ વિદેશ મંત્રાલયે એવું પણ કહ્યું કે, ચીન-પાકિસ્તાનના હાલમાં સંયુક્ત નિવેદનમાં ભારીતીય કેન્દ્ર શાસિત વિસ્તાર જમ્મુ કાશ્મીર વિશે અવાંછિત સંદર્ભ અને અમે આવા નિવેદનો સતત ફગાવતા આવ્યા છીએ. ભારતીય વિદેશ મંત્રાલયે ચીન-પાકિસ્તાનના સંયુક્ત નિવેદન પર કહ્યું કે, કેન્દ્ર શાસિત ક્ષેત્ર જમ્મુ કાશ્મીર, લદ્દાખ હંમેશાથી ભારતનું અભિન્ન અને અવિભાજ્ય અંગ છે અને રહેશે.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ ચૌધરીએ કહ્યું કે, અમે ચીન-પાકિસ્તાન આર્થિક રીતે ચીન અને પાકિસ્તનને સતત વિરોધ અને ચિંતાઓથી માહિતગાર કરાવતા રહ્યા, કારણ કે તેનાથી ભારતના સંપ્રભુ વિસ્તારના પ્રોજેક્ટ સામેલ છે. અમે આ વિસ્તારમાં યથાસ્થિતિને બદલવા માટે આવા પ્રોજેક્ટનો ઉપયોગ કરવામાં કોઈ પણ પ્રયાસને દ્રઢતાથી ફગાવી દઈએ છીએ. ઈમરાન ખાન પર ગુરુવારે થયેલા હુમલો, જેમાં તેમના પગમાં ગોળી વાગી હતી અને તેને લાહૌરની શૌકત ખાનમ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. જ્યાં તેમની હાલત સામાન્ય હોવાનું કહેવાય છે.

હુમલા બાદ ઈમરાન ખાનની પ્રથમ પ્રતિક્રિયા પણ આવી છે. તેમણે કહ્યું કે, અલ્લાહે મને આ બીજી જિંદગી આપી છે, ઈંશાલ્લાહ હું ફરી પાછો ફરીશ. લડાઈ ચાલું રાખીશ. ઈમરાન ખાને હકીકી આઝાદી માર્ચ માટે ૨૮ ઓક્ટોબરથી લાહૌરના લિબર્ટી ચૌકથી ઈસ્લામાબાદ માટે લોંગ માર્ચ શરુ કરી છે. તે ખુદ તેનું નેતૃત્વ કરી રહ્યા છે. ઈમરાન ખાનની માગ છે કે, પાકિસ્તાનમાં નેશનલ અસેમ્બલીને ભંગ કરીને તાત્કાલિક મધ્યસ્થ ચૂંટણી કરાવામાં આવે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news