ઉત્તર ભારતમાં વરસાદ અને બરફવર્ષાની ભારતીય હવામાન વિભાગની ચેતવણી

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારતમાં ફરી એક વાર હવામાન પોતાનો મિજાજ બદલવાનો છે. ક્યાંક વરસાદ થશે, તો ક્યાં બરફના કરાં પડશે. તેનાથી ફરી એક વાર ઠંડી વધશે. હવામાન વિભાગે તેની જાણકારી આપી છે. આઈએમડીએ કહ્યું છે કે, ઉત્તર ભારતના અમુક રાજ્યોમાં આગામી થોડા દિવસો સુધી વરસાદ થશે, તો અમુક વિસ્તારોમાં બરફવર્ષા અને ક્યાંક બરફના કરાં પણ પડશે. આપને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી મેદાની વિસ્તારોમાં લોકોને ઠંડીથી રાહત મળેલી હતી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી ૨૪ કલાક દરમિયાન લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં હળવો વરસાદ અને હિમપાત રહી શકે છે. ૨૩ જાન્યુઆરીએ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી અને મધ્ય પ્રદેશના અમુક ભાગોમાં છુટક વરસાદનું અનુમાન છે.તો વળી ૨૪ અને ૨૭ જાન્યુઆરીની વચ્ચે આ રાજ્યોમાં વરસાદ વધી શકે છે.

આ ઉપરાંત ૨૪ અને ૨૫ જાન્યુઆરીએ હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબના અમુક ભાગોમાં હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં ઓલાવૃષ્ટિની સંભાવના છે. આ ઉપરાંત રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં વરસાદની સંભાવના છે. આઈએમડીના જણાવ્યા અનુસાર, દિલ્હી, આગામી અઠવાડીયે હળવો વરસાદ થઈ શકે છે. હવામાન વિભાગે રવિવારે દિલ્હીમાં ધુમ્મસની સાથે ન્યૂનત્તમ અને અધિકત્તમ તાપમાન ક્રમશઃ ૮ ડિગ્રી સેલ્સિયસ અને ૨૩ ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની આશા વ્યક્ત કરી છે. રાષ્ટ્રીય રાજધાનીમાં શનિવારે અધિકત્તમ તાપમાન સામાન્યથી બે ડિગ્રી વધારે ૨૩.૩ ડિગ્રી નોંધાયું હતું.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news