જામનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો સામે છેલ્લા 1 વર્ષમા શ્રમ કાયદાના ભંગની 13 ફરિયાદ મળી
ગાંધીનગરઃ જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક એકમો દ્વારા શ્રમ કાયદાના ભંગ અનવ્યે 13 જેટલી ફરિયાદો મળી છે.
વિધાનસભા ગૃહમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રાલયને પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં મંત્રી બલવંતસિંહ રાજપુતે જણાવ્યું હતુ કે જામનગર જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ઔદ્યોગિક એકમો દ્વારા શ્રમ કાયદાના ભંગ અનવ્યે 13 જેટલી ફરિયાદો મળી છે. આ ઉપરોક્ત ફરિયાદો પૈકી 5 ફરિયાદોમાં 439 શ્રમયોગીઓને રૂપિયા 50,20,927નું સમજાવટથી ચૂંકવણું કરવામાં આવ્યું છે. 2 ફરિયાદોમાં કુલ 6 કોર્ટ કેસો લેબર કોર્ટમાં દાખલ કરવામાં આવેલ છે. જ્યારે અન્ય ફરિયાદોનો નિયામાનુસાર નિકાલ કરવામાં આવેલ છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતુ.