ધમડાચીના આંબાવાડીમાં વીજલાઈન પરથી તણખલો પડતા આગ લાગી
વલસાડ તાલુકાના ધમડાચી ગામમાં આવેલી આંબા વાડીમાંથી પસાર થતી વીજ લાઈન ઉપરથી તણખલો પડતા આંબા વાડીમાં આવેલા સૂકા ઘસમાં આગ લાગી હતી. ઘટનાની જાણ સામે આવેલી આયુર્વેદ દવાની કંપનીના માલિક અને કામદારોને થતા તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ વલસાડ ફાયર બ્રિગેડની ટીમને કરતા ફાયર ફાઈટરની ટીમે આગ ઉપર કાબુ મેળવી હતી. ૬ આંબાના ઝાડને નુકશાની પહોંચી હતી. ધમડાચી ગામ છપ્પન નગરીમાં આવેલી આયુર્વેદિક દવાની ફેકટરી સામે આવેલી ચંદ્રકાંતભાઈ મગનભાઈ દેસાઈની આંબાવાડીમાંથી પસાર થતી વીજ લાઈનમાંથી તણખલો પડતા વાડીમાં આવેલી સૂકા ઘાસમાં આગ લાગી હતી. હવાને લઈને જોઈજોતામાં આગ પ્રસરવા લાગી હતી. આંબા વાડીમાં કામ કરતા ખેત મજૂરોએ આયુર્વેદિક દવા ફેક્ટરીના કામદારોની મદદ મેળવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. સ્થાનિક લોકોએ પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ વલસાડ ફાયર ફાઈટરની ટીમને થતા તાત્કાલિક ફાયર ફાઈટરની ટીમે ઘટના સ્થળે પહોંચો આગ ઉપર કાબુ મેળવી લેવાયો હતો. આગની ઘટનામાં આંબાના ૬ ઝાડોને નુકશાની પહોંચી હતી.