ભરૂચના નિકોરા ગામમાં પીવાના પાણીની સમસ્યાના લીધે મહિલાઓએ રોષ વ્યક્ત કર્યો
ભરૂચ તાલુકાના નર્મદા નદી કિનારે વસેલા નિકોરા ગામમાં જ પાણી માટે ગ્રામજનોને તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. છેલ્લા ૩થી ૪ દિવસથી ગામમાં પાણી મળતું ન હોય ટોળું ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પોહચ્યું હતું. જોકે, પંચાયતમાં તલાટી, સરપંચ ઉપસ્થિત ન હોય મહિલાઓ અને ગ્રામજનોનો રોષ વધુ ભભૂકી ઉઠ્યો હતો.
ગ્રામલોકોએ પંચાયત કચેરી ગજવી તલાટી અને સરપંચનો હુરિયો બોલાવી પાણી માટે પોકારો કરી હતી. ગામમાં હાલ પાઇપ લાઈનની કામગીરી ચાલી રહી છે. જેના કારણે છેલ્લા કેટલાક દિવસથી પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે. ગ્રામજનોને પાણી આપવા આ વચ્ચે ટેન્કરની વ્યવસ્થા કરાઈ હતી. જોકે અંતે ટેન્કર મારફતે પણ પાણી ઉપલબ્ધ નહિ થતા લોકોએ ધીરજ ગુમાવી દીધી હતી.નર્મદા નદી કિનારે વસેલા ભરૂચ તાલુકાના નિકોરા ગામે છેલ્લાં ૩ દિવસથી પાણી ન મળતું હોય ગ્રામજનોએ પંચાયત ગજવી હતી. જોકે પંચાયત કચેરીએ તલાટી, સરપંચ હાજર ન હોય મહિલાઓએ હુરિયો બોલાવ્યો હતો.