ભારે પવન સાથે વરસાદ થતા સાબરકાંઠામાં ગામોમાં ઘરો, વીજપોલો અને વૃક્ષો થયા ધરાશાયી

જીલ્લાના પ્રાંતિજ અને હિંમતનગરના કેટલાક ગામડાઓમાં વાવાઝોડાએ તોફાન મચાવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે. હિંમતનગરનું આકોદરા ગામ આમ તો ડીજીટલ વિલેજ છે. ભારતની પ્રથમ એનિમલ હોસ્ટેલ પણ અહિં આવેલી છે. ત્યારે બપોરના સમયે અચાનક જ વાવાઝોડુ આવતા ભારે નુકસાન સર્જાયુ હતુ. જેમાં ૧૦ જેટલા મકાનોના પતરાઓ ઉડી ગયા હતા તો વીજ પોલ પણ ધરાશાઈ થયા હતા. આ સાથે અનેક ઝાડ પણ જમીનદોષ થતા નુકસાન સર્જાયુ હતુ.

એનિમલ હોસ્ટેલના પતરા પણ ઉડી ગયા હતા તો પશુઓનો ઘાસચારો રાખેલી જગ્યાનો સેડ પણ ઉડી ગયો હતો. જેથી પશુઓનો ઘાસચારો પણ બગડી ગયો છે. અહીં અચાનક જ ભારે વરસાદ સાથે વાવાઝોડું ત્રાટક્યું હતુ અને મકાનો, સેડ, વીજ પોલ, ઝાડ ધરાશાઈ થયા હતા. તો ગામમાં બે દિવસ સુધી વીજળી પણ આવી શકે તેમ નથી. તો આ ઉપરાંત રસ્તો પણ બંધ થઈ ગયો છે.

પ્રાંતિજના છાદરડા અને વિલાસ પુરા ગામે પણ વાવાઝોડુ ત્રાટક્યું હતુ. છાદરડા ગામમાં આવેલ ૧૦ જેટલા મકાનોનાં પતરા ઉડી ગયા હતા. તો પતરા ઉડીને પશુઓ પર પડતા બે પશુઓને ઈર્જાઓ થઈ હતી. તો છાદરડા ગામે વાવાઝોડા ને કારણે વીજપોલ પણ ધરાશાઈ થયા હતા અને ગામમાં વીજળી ગુલ થઈ હતી. મારે અને પાડોશીના ચોપાડના પતરા વાવાઝોડામાં ઉડીને ખેતરમાં પડ્યા હતા જેનાથી બંને પરિવારને ૫ લાખની આસપાસ નુકસાન થયુ છે. વિલાસ પુરા કંપામાં પણ વાવાઝોડાએ તરખાટ મચાવ્યો હતો. પવનનું જાેર વધુ હોવાથી મકાનોના પતરા એકથી દોઢ કીમી ઉડી હવામાં ફંગોળાયા હતા. તો બે વીજ પોલ ધરાશાઈ થયા હતા તો સેડ પણ ઉડી ગયા હતા અને ભારે નુકસાન થયુ હતુ. હાલ તો, યુજીવીસીએલની ટીમો ત્રણે ગામોમાં પહોચી વીજ પોલ અને ગામમાં વીજ પુરવઠો કાર્યરત કરવા પહોચી છે. તો જ્યાં રસ્તાઓ બંધ થતા છે ત્યાં સ્થાનિકો દ્રારા રસ્તા ખુલ્લા કરાઈ રહ્યા છે. જીલ્લાના પ્રાંતિજ અને હિંમતનગરના કેટલાક ગામડાઓમાં વાવાઝોડાએ તોફાન મચાવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે જીલ્લાના પ્રાંતિજ અને હિંમતનગરના કેટલાક ગામડાઓમાં વાવાઝોડાએ તોફાન મચાવતા ભારે તારાજી સર્જાઈ છે. જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news