ભારે વરસાદથી મુંબઇ બેહાલઃ ચારે બાજુ પાણી જ પાણી

મુંબઈમાં ગુરુવારે મોડી રાતથી શરૂ થયેલો વરસાદ શુક્રવાર સવાર સુધી યથાવત રહ્યો હતો. વડાલા, સાયન અને ગાંધી માર્કેટ સહિત અનેક નીચલા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાય ગયા. ભારે વરસાદને પગલે BMCએ બસોના રૂટ બદલી નાખ્યા છે. હાર્બર લાઈન પર ચાલતી લોકલ ટ્રેન સેવા પણ પ્રભાવિત થઈ છે. એરપોર્ટના રનવે પર પણ પાણી ભરાય ગયા છે. જો કે હજુ સુધી વિમાની સેવા પર કોઈ ખાસ અસર પડી નથી. મુંબઈ ઉપરાંત થાણે અને રાયગઢમાં પણ હવામાન વિભાગે વરસાદને પગલે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

મુંબઈમાં ભારે વરસાદનું એલર્ટ જોતા પુણેથી NDRF ની ત્રણ ટીમને મુંબઈ શિફ્ટ કરવામાં આવી છે. સેન્ટ્રલ રેલવાના CPRO શિવાજી સુતારે જણાવ્યું કે ભારે વરસાદને પગલે તમામ કોરિડોર ટ્રેન મોડી ચાલી રહી છે. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેની સાથે જ હવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર પણ ભારે જામ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદને કારણે દહિંસર ચેક નાકા પર પણ લાંબો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે, તો હવામાન વિભાગ મુજબ આજે દિવસભર વરસાદને કારણે લોકોની મુશ્કેલીમાં વધારો થશે.

હવામાન વિભાગે રેડ અલર્ટ જાહેર કરીને મુંબઇ અને એનાં ઉપનગરોમાં આગળના ૨૪ કલાકમાં વરસાદની આગાહી કરી છે. મુંબઇમાં ભારે વરસાદને લીધે ગાંધી માર્કેટ વિસ્તારમાં પાણી ભરાઇ ગયું છે. ચોમાસામાં હંમેશાં મુંબઇ જળમગ્ન થઇ જાય છે. BMCએ લોકોને દરિયાકાંઠાના વિસ્તારોથી દૂર રહેવાની ચેતાવણી આપી છે.

મુંબઈમાં ૧ જૂનથી અત્યારસુધી ૧૨૯૧.૮ મિલીમીટર વરસાદ થયો છે, જે સામાન્યથી ૪૮% વધુ છે. છેલ્લા એક અઠવાડિયામાં જ મુંબઇમાં આશરે ૩૦૨ મિમી વરસાદ થયો, જે સામાન્યથી ૭૭% વધારે છે.

પર્યાવરણ,paryavarantoday,paryavaran,पर्यावरण,What is this paryavaran?,पर्यावरण संरक्षण,Save Paryavaran Save Life,paryavaran news