સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગના ગોટેગોટા ઊડ્યા, એક વ્યક્તિ દાજી જતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલા કેમિકલના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામ મચી ગઇ છે. આગમાં એક વ્યક્તિ દાજી જતા તેને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડાયો છે. અંકલેશ્વર જી.આઈ.ડી.માં ઇટીએલ ચોકડી નજીકના સોલ્વન્ટના ગોડાઉનમાં ભીષણ આગ લાગતા દોડધામના દ્રશ્યો સર્જાયા હતા. આગ એટલી વિકરાળ હતી કે, આગના કાળા ભમ્મર ધૂમડાંના ગોટેગોટા દૂર દૂર સુધી નજરે પડતાં હતા. બનાવની જાણ અંકલેશ્વર ફાયર બ્રિગેડને કરવામાં આવતા તેઓ તાત્કાલીક લાયબમ્બા સાથે ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. આગ એટલી વિકરાળ હતી કે, ફાયરના માણસોને પણ આગ ઉપર કાબુ મેળવવામાં ભારે જહેમત ઉઠાવી પડી રહી છે. આગની ઘટનામાં એક વ્યક્તિ દાઝી જતા તેને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સારવાર અર્થે ખસેડાયો હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે.